Proud of Gujarat
FeaturedGujaratINDIA

પંચમહાલ જિલ્લામાં રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસની ઉજવણીના ભાગરુપે ૪૮૭ ગ્રામ પંચાયતોમાં ગ્રામસભાઓ યોજાઈ

Share

 

વિજયસિંહ સોલંકી, ગોધરા

Advertisement

પંચમહાલ જિલ્લામાં રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ અભિયાનની ઉજવણીના ભાગરૂપે જિલ્લામાં આજે ” રાષ્ટ્રીય પંચાયતી રાજ ” દિવસ તરીકે ઉજવણી કરવામાં આવી હતી. જેમા ગ્રામસભાઓનું આયોજન કરવામા આવ્યું હતું.

પ્રાપ્ત વિગતો અનુસાર ગ્રામ સ્વરાજ અભિયાન હેઠળ પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના કાતડિયા ગામની પસંદગી કરવામાં આવી છે. કાતડિયા સહિત જિલ્લાની ૪૮૭ ગ્રામ પંચાયતોમાં ખાસ ગ્રામ સભાઓનું આયોજન કરવામાં આવ્યું છે. આ ગ્રામ સભાઓમાં કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ), પ્રધાનમંત્રીશ્રી સામાજિક સુરક્ષા યોજનાઓ, પ્રધાનમંત્રી જનધન યોજના, સૌભાગ્ય યોજના, મેઘધનુષ યોજના, ઉજ્જવલા યોજના સહિત રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓની લોકોને જાણકારી આપવામાં આવી હતી. આ ઉપરાંત ગ્રામ વિકાસ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર પદાધિકારીઓ/અધિકારી અને કર્મીઓનું બહુમાન કરવામાં આવ્યું હતું.
કંજરીમાં યોજાયેલ ખાસ ગ્રામસભામાં ઉપસ્થિત પંચાયત રાજ્યમંત્રી જયદ્રથસિંહ પરમારે જણાવ્યું હતું કે, ગુજરાતમાં ગ્રામ-તાલુકા અને જિલ્લા પંચાયત એમ પંચાયતી રાજનું ત્રિસ્તરીય માળખું અમલમાં છે. પંચાયતી રાજ વ્યવસ્થાને પરિણામે ગામડાઓનો સર્વાંગી વિકાસ થયો છે. વધુમાં ઉમેર્યું હતું કે ગ્રામસભાએ ગામની સંસદ છે. ગ્રામસભામાં ગામડાના ભાવિ વિકાસ અંગેના એજન્ડા નક્કી થવા સાથે કેન્દ્ર/રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ લાભાર્થીઓ સુધી પહોંચે તે માટે અસરકારક આયોજન ગ્રામસભાના માધ્યમથી થાય છે.
ગ્રામસભાના માધ્યમથી લોકોને ગામ વિકાસમાં મહિલાઓની ભાગીદારી, સ્વચ્છ સલામત પીવાના પાણીનો ઉપયોગ, સ્વચ્છતા, પાણી બચાવો, પર્યાવરણ બચાવો, રસીકરણ, પોષણક્ષમ આહાર જેવા વિષયોની ચર્ચા વિચારણા સાથે આગામી પાંચ વર્ષનો ગ્રામ પંચાયતનો વિકાસ કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો હતો.
આ અવસરે જિલ્લા પંચાયત પ્રમુખ કેતુબેન દેસાઇ, કલેકટર ઉદિત અગ્રવાલ, જિલ્લા વિકાસ અધિકારી એ.જે.શાહ, રાજ પરિવારના સભ્યો, પદાધિકારીઓ, ઉચ્ચ અધિકારીઓ સહિત વિશાળ સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા.


Share

Related posts

રાજપીપળા : સાગબારા ખાતે આંક ફરકનાં આંકડા લખતા આંકડીયાને કુલ કિં. રૂ. ૩૬,૨૦૦/- નાં મુદ્દામાલ સાથે ઝડપી જુગારની ગણનાપાત્ર કેસ શોધી કાઢતી એલ.સી.બી. નર્મદા.

ProudOfGujarat

છોટાઉદેપુર : એસ.ડી.આર.એફની ટીમે માનવતા મહેકાવી, નવીનગરીના બિમાર વ્યક્તિને ખાટલામાં સુવડાવી રેસ્કયુ કર્યું.

ProudOfGujarat

ભરૂચ : પોલ્ટ્રી ફાર્મ એસોસિએશન દ્વારા ચિકનના લાયસન્સની પ્રક્રિયા મુદ્દે કલેકટરને આવેદન પાઠવાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!