Proud of Gujarat
GujaratFeaturedINDIA

પંચમહાલ : શહેરા તાલુકાનાં ગ્રામીણ વિસ્તારોનાં ખેતરોમાં ખેડૂતો સોશિયલ ડિસ્ટન્ટમાં રહી કામ કરી રહ્યા છે.

Share

ચીનનાં વુહાન શહેરમાંથી નીકળી સમગ્ર વિશ્વમાં પ્રસરાઈ રહેલા કોરોના વાયરસે ભારત દેશને પણ પોતાના ભરડામાં લીધું છે અને આ ભયંકર મહામારીનો કોઈ ઈલાજ ના હોવાથી તેને રોકવા કે પછી એને વધુ ફેલાવાથી અટકાવવા માટે ભારત સરકારે સમગ્ર દેશમાં લોકડાઉન જાહેર કરી દીધું છે.જયારે શહેરા તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં હાલ થ્રેસર વડે ઘઉંના પુળામાંથી દાણા છુટા કરવાનુ કામ કરી રહયા છે.ત્યારે લોકડાઉનને લઈને ખેતી કામ કરતા મજૂરોને ખેડૂતોએ રજા આપી દીધી છે એને કારણે હાલમાં મજૂરોની અછત વર્તાઈ રહી છે મજૂરોનાં મળવાને કારણે ખેડૂતે પોતે કામ કરી રહ્યા છે. હાલની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને આસપાસનાં પડોશી ખેડૂતો એકબીજાની મદદે આવી રહ્યા છે અને ખેતરમાં ખેડૂતને કામમાં મદદરૂપ બની રહ્યાં છે ત્યારે મહત્વની વાત એ છે કે હાલમાં આ ખેડૂતો પણ પોતાના કામમાં સોશિયલ ડિસ્ટન્સ રાખી સરકારની સુચનાઓનું પાલન કરી રહ્યા છે.

પંચમહાલ રાજુ સોલંકી

Advertisement

Share

Related posts

ભરૂચનાં ગાંધી બજારમાં ખુલ્લી ગટરમાં બાળકી અને સાયકલ સવાર ખાબકયાં અને પછી શું થયું જાણો ?

ProudOfGujarat

લીંબડીમાં શીતળા માતાજીનાં મંદિરે પૌરાણિક પરંપરા મુજબ ભરાતો લોકમેળો મોકૂફ રાખવામાં આવ્યો.

ProudOfGujarat

ઝગડિયાની પેપ્સિકો કંપની ની કામદારના મૃત્યુ સંદર્ભે કોર્ટમા પેશી ફેક્ટરી એક્તના ભંગ બદલ ઝગડીયા કોર્ટમા સુનાવણી ઓગષ્ટ માસમા લાપરવાહીના કારણે મૃત્યુ નીપજ્યુ હતુ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!