Proud of Gujarat
FeaturedGujaratINDIA

લીંબડીમાં શીતળા માતાજીનાં મંદિરે પૌરાણિક પરંપરા મુજબ ભરાતો લોકમેળો મોકૂફ રાખવામાં આવ્યો.

Share

કોરોનાની ચાલી રહેલી વૈશ્વિક મહામારીને રોકવાના ભાગરૂપે સૌરાષ્ટ્રમાં યોજાતા લોકમેળાઓ મોકૂફ રાખવામાં આવ્યા છે, ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ સાતમ-આઠમ દરમ્યાન યોજાતા લોકમેળા કોરોનાની મહામારીના કારણે મોકૂફ રાખવામાં આવ્યા છે, લીંબડી રાજકોટ રોડ ઉપર પૌરાણિક શિતળા માતાજીનું મંદિર આવેલ છે. શીતળા માતાજી છાલિયા રામસાગર લીંબડી ખાતે સાતમનાં દિવસે મેળા જેવો માહોલ જામે છે, આ મંદિરે સાતમના દિવસે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડીને શીતળા માં ના દર્શન કરીને મેળાનો આનંદ લેતા હોય છે, તેમજ આ દિવસે અનેક લોકો બાધાઓ પુરી કરવા પણ પહોંચતા હોય છે. આ વર્ષે કોરોનાની મહામારીનાં કારણે પૌરાણિક જગ્યા ઉપર યોજાતો લોકમેળો, પ્રસાદ પણ મોકૂફ રાખવામાં આવ્યો હોવાનું મંદિર દ્વારા જણાવવામાં આવ્યું છે અને લોકોને ઘરે રહીને જ ઠંડુ જમવા તેમજ બાધાઓ પુરી કરવા અને ઘરે રહીને શીતળા સાતમની ઉજવણી કરવા અપીલ પણ કરવામાં આવી છે.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

ઝઘડિયાના રાજપારડી નજીક હાઇવા ટ્રકે ટક્કર મારતા બાઇક ચાલકને ઇજા.

ProudOfGujarat

માંગરોળ તાલુકાના વાંકલ ખાતે કૃષિમંત્રી આર.સી.ફળદુના અધ્યક્ષસ્થાને સુરત જિલ્લા કક્ષાનો ૭૨ મો વન મહોત્સવ યોજાશે.

ProudOfGujarat

ભરૂચમાં ભાજપ દ્વારા રાહુલ ગાંધીની સનાતન હિન્દુ ધર્મ વિરોધી ટિપ્પણી કરતા વિરોધ પ્રદર્શન

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!