Proud of Gujarat
FeaturedGujaratINDIA

પુરવઠા નિગમના ગોડાઉન, એપીએમસી ખાતેનિયત કરેલા સેન્ટરો પર ખરીદી થશે

Share

ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમીટેડ, પંચમહાલની એક અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર જિલ્લામાં સરકાર દ્વારા રવિ માર્કેટિંગ સિઝન 2020-21 અંતર્ગત લઘુત્તમ ટેકાના ભાવે ઘઉંની ખરીદી કરવામાં આવશે. પ્રતિ ક્વિન્ટલ રૂ.1925/-ના ભાવે તા. 20/04/2020થી તા. 31/05/2020 સુધી ઈ-પ્રોક્યોરમેન્ટ હેઠળ આ ખરીદી હાથ ધરાશે. યાદી અનુસાર પંચમહાલ જિલ્લામાં ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમના ગોડાઉન/ એપીએમસી ખાતે નિયત કરેલ સેન્ટરો ગોધરા, કાંકણપુર, હાલોલ, દેલોલ (કાલોલ), શહેરા, મોરવા (હ) અને ઘોઘંબા ખાતેથી સરકારશ્રીના યુનિફોર્મ સ્પેસીફિકેશન/ એફ.એ.ક્યુ. (ફેર એવરેજ ક્વોલિટી) સામાન્ય ગુણવત્તા ધરાવતો ઘઉંનો જથ્થો ખરીદવામાં આવશે. જેનો લાભ નોંધણી કરાવેલ તમામ ખેડૂતભાઈઓને લેવા આ યાદીમાં જણાવાયું છે.

રાજુ સોલંકી:- પંચમહાલ

Advertisement

Share

Related posts

વડોદરાના રાવપુરા વિસ્તારમાં પોસ્ટ વિભાગ દ્વારા વરસાદમાં રાખડી પલળે નહીં તેવું વોટર પ્રુફ પોસ્ટ કવર બહાર પડાયું.

ProudOfGujarat

વડોદરા નેશનલ હાઈવે પર અકસ્માત સર્જાતાં બે વ્યક્તિ ઘાયલ.

ProudOfGujarat

આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડે માનસિક સુખાકારીને પ્રોત્સાહન આપવા માટે ઉદ્યોગની પ્રથમ એઆઈ-સંચાલિત ડિજિટલ કેમ્પેઈન ‘ક્લેઈમ યોર કાલ્મ’ શરૂ કરી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!