Proud of Gujarat
FeaturedGujaratINDIA

પંચમહાલ જિલ્લામાં બે નવા પોઝિટીવ કેસ સાથે કેસોની સંખ્યા 11 પર પહોંચી હાલમાં સક્રિય કેસોની સંખ્યા 9 થઈ.

Share

પંચમહાલ જિલ્લા કલેક્ટરશ્રી અમિત અરોરાએ જણાવ્યું હતું કે જિલ્લામાં કોવિડ-19 ના બે નવા કેસો મળી આવતા કુલ પોઝિટીવ કેસોની સંખ્યા 11 થઈ છે અને હાલમાં સક્રિય કેસોની સંખ્યા 9 છે. ભગવતનગરના કોરોનાગ્રસ્ત યુવાનના પત્ની (20 વર્ષ) અને ભત્રીજી (5 વર્ષ)નો કોરોના ટેસ્ટ પોઝિટીવ આવ્યો છે. આરોગ્ય વિભાગની માર્ગદર્શિકા અનુસાર નવા મળી આવેલ બંને કેસો અગાઉ કોરોનાગ્રસ્ત વ્યક્તિના નજીદીકી સંપર્કમાં આવેલી હોવાથી તેમને હોમ ક્વોરેન્ટાઈન કરાયેલા હતા. બંને વ્યક્તિઓ એસિમ્પટમિક છે એટલે કે તેમનામાં કોરોનાના કોઈ લક્ષણો જણાયા નથી. તેમને ગોધરા સિવિલ ખાતેની કોવિડ-19 હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. જિલ્લાની 6 કોરોનાગ્રસ્ત વ્યક્તિઓ ગોધરાની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર લઈ રહ્યા છે. હાલની સ્થિતિએ આ તમામની તબિયત સ્થિર છે. કોવિડ-19 ના કારણે જિલ્લાની બે વ્યક્તિઓના વડોદરા ગોત્રી હોસ્પિટલ ખાતે સારવાર દરમિયાન મૃત્યુ થયા છે. જિલ્લામાંથી હાલની સ્થિતિએ કુલ 100 સેમ્પલ ચકાસણી અર્થે લેવામાં આવ્યા છે, જે પૈકી 11 રિપોર્ટ પોઝિટીવ આવ્યા છે, 61 ના રિપોર્ટ નેગેટીવ રહ્યા છે. કોવિડ-19 હોસ્પિટલના આઈસોલેશન વોર્ડમાં કુલ 10 દર્દીઓ હાલમાં ઓબ્ઝર્વેશન હેઠળ છે. જિલ્લાના તમામ પોઝિટીવ કેસ ગોધરા શહેરના હોવાથી પોઝિટીવ કેસો ધરાવતા કુલ 7 વિસ્તારની કોરોના પ્રભાવિત કલસ્ટર તરીકે ઓળખ કરી સરકારની માર્ગદર્શિકા પ્રમાણે ક્લસ્ટર કન્ટેઈન કરવામાં આવ્યા છે. આ વિસ્તારો પૈકી રબ્બાની મહોલ્લા વિસ્તારમાં કોરોનાના 2 પોઝિટીવ કેસ મળ્યા છે. આ વિસ્તારના 74 ઘરોમાં 448 વ્યક્તિઓ રહે છે. ક્રિષ્ના એપાર્ટમેન્ટ,ભગવતનગર વિસ્તારમાં 2 કેસો મળ્યા છે. અહીં કલસ્ટર કન્ટેઈનમેન્ટ પ્લાન હેઠળ કુલ 124 ઘરોમાં 401 વ્યક્તિઓને કલસ્ટર કન્ટેઈન કરાયા છે. પ્રભાવિત વિસ્તાર મુસ્લિમ સોસાયટી-બીના 103 ઘરોમાં 409 વ્યક્તિઓનો અને મદની મહોલ્લામાં 103 ઘરોના 451 લોકોનો સમાવેશ થાય છે. જ્યારે નવા પ્રભાવિત વિસ્તાર સિવિલના સ્ટાફ નર્સના રહેણાંક વિસ્તારની આજુબાજુમાં વાવડી બુઝર્ગના 62 ઘરોના 264 વ્યક્તિઓને અને ઝુલેલાલ સોસાયટીના 214 ઘરના કુલ 727 વ્યક્તિઓને કલસ્ટર કન્ટેઈન કરવામાં આવ્યા છે. જ્યારે શહેરા ભાગોળના ડબગરવાસમાંથી નવો કેસ મળવાના કારણે આ વિસ્તારના 131 ઘરોના 499 લોકોને ક્લસ્ટર ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે. આ તમામ વિસ્તારોમાં કુલ 2150 જેટલા ટ્રિપલ લેયર માસ્ક, 510 સર્જિકલ ગ્લોવ્ઝનું વિતરણ કરવામાં આવ્યું છે.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર તાલુકાનાં અંદાડા ગામની સહજાનંદ સોસાયટીમાં જુગાર રમતા પાંચ જુગારીઓને શહેર પોલીસે ઝડપી લઇ 31 હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

ProudOfGujarat

વડોદરામાં કરોડોના ખર્ચે બનેલા શેલ્ટર હોમમાં અપૂરતી સુવિધા

ProudOfGujarat

અંકલેશ્વર : છ માસથી ફરાર થયેલ વોન્ટેડ આરોપી દારૂના જથ્થા સાથે ઝડપાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!