Proud of Gujarat
FeaturedGujaratINDIAUncategorized

ગોધરા ખાતે પંચમહાલ જિલ્લાની પાણી સમિતિની બેઠક યોજાઇ

Share

વિજયસિંહ સોલંકી,ગોધરા,

પંચમહાલ જિલ્લા પાણી સમિતિની બેઠક ગૃહ રાજ્યમંત્રી અને જિલ્લા પ્રભારી મંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજાના અધ્યક્ષ સ્થાને સર્કીટ હાઉસ ગોધરા ખાતે મળી હતી.
બેઠકમાં ઉપસ્થિત જિલ્લા પાણી સમિતિના અધિકારીઓને સંબોધતા ગૃહ રાજ્યમંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતુ કે, જિલ્લામાં પીવાના પાણીની મુશ્કેલી ના પડે તે માટે કાળજી રાખવી જરૂરી છે. વધુમાં ઊનાળાની ઋતુ હોવાથી જિલ્લાના પ્રજાજનો તરફથી પીવાના પાણી માટે અગવડ ના પડે તે માટે પ્રાધાન્ય આપવા ભાર મુક્યો હતો.ગુજરાત પાણી પુઅરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડના કાર્યપાલક ઇજનેર શ્રી મહાજને જિલ્લામાં પાણીની વ્યવસ્થા વિશે રૂપરેખા આપતાં જણાવ્યું હતું કે, જિલ્લામાં અત્યાર સુધી પીવાના પાણીની મુશ્કેલી નથી અને ગ્રામ્ય વિસ્તારમાં પાણીની સગવડ પુરી પાડવા માટે કટીબધ્ધ છીએ. તેમણે જિલ્લાના જુથ યોજનામાંથી ૩૩૭ ગામોને નર્મદા મ્ય્ખ્ય નહેરમાંથી પાણી આપવામાં આવે છે. જિલ્લામાં ૨૬,૪૧૨ હેન્ડ પંપ કાર્યરત છે. માર્ચ અંતિત ૧૮,૯૭૬ હેન્ડ પંપ રીપેર કરવામાં આવ્યા છે. ૯૪૨ સફળ હેન્ડ પંપ બેસાડેલ છે. ૩૯૩ યોજનાઓ સ્વજલ ધારા કાર્યક્રમ હેઠળ પૂર્ણ થયેલ છે. ૧૧૬૬૮૭ ઘર કનેક્શન જોડવામાં આવ્યાં છે. આ બેઠકમાં રાજ્યકક્ષાના કૃષિમંત્રી શ્રી જયદ્રથસિંહ પરમાર, ધારાસભ્ય શ્રી સી.કે.રાઉલજી, ધારાસભ્ય શ્રી જેઠાભાઇ ભરવાડ, ધારાસભ્ય શ્રી ભૂપેન્દ્ર ખાંટ, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી કેતુબેન દેસાઇ, જિલ્લા કલેક્ટર શ્રી એસ.કે.લાંગા, જિલ્લા વિકાસ અધિકારી કે.બી.ઝવેરી તેમજ તાલુકા પંચાયત અને નગરપાલિકાના પ્રમુખશ્રીઓ, જિલ્લા-તાલુકાના પદાધિકારિશ્રીઓ, અમલીકરણ અધિકારીશ્રીઓ, સભ્યશ્રીઓ વગેરે ઉપસ્થિત રહયા હતા.

Advertisement

Share

Related posts

સુરતના જિલ્લા કલેકટર ધવલ પટેલનો જન્મદિન

ProudOfGujarat

રોટરી ક્લબ ઓફ અંકલેશ્વર દ્વારા દિવ્યાંગો માટે અંગ શિબિર યોજાશે.

ProudOfGujarat

પંચમહાલ જીલ્લાના શિવરાજપુરમાં પોલીસની રેડ : ભાજપના ધારાસભ્ય સહિત મહિલાઓ ઇસમો દારૂ જૂગારની મહેફીલ માણતા ઝડપાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!