Proud of Gujarat
FeaturedGujaratINDIA

પંચમહાલમાં સાર્વત્રિક મેઘમહેર થતા ખેડૂતો ડાંગરનાં રોપણી કાર્યમાં જોતરાયા.

Share

પંચમહાલમાં વરસાદ થતા ખેડૂતો ડાંગરની રોપણીમાં વ્યસ્ત બન્યા છે.પાછલા એક મહિનાથી હાથ તાળી આપીને જતા રહેલા વરસાદને કારણે ખેડૂતો ચિંતામા ગરકાવ થયા હતા.પરંતૂ મેઘરાજાએ શ્રીકાર વરસાદ કરતાખેડૂતો ખુશખુશાલ જોવા મળ્યા હતા.
પંચમહાલ જીલ્લામાં સાર્વત્રિક મેઘમહેર થતા ખેડૂતોમાં ભારે ખુશીની લાગણી વ્યાપી જવા પામી છે.દક્ષિણ પંચમહાલમાં પણ ભારે વરસાદને કારણે નદીનાળા છલકાઇ જવા પામ્યા હતા. શહેરા પંથકમાં પણ સાર્વત્રિક વરસાદ પડતા ખેડૂત ડાંગરના ધરૂ રોપવાની કામગીરીમાં જોતરાયા હતા.પંચમહાલમાં ડાંગરનો પાક મુખ્ય પાક ગણવામા આવે છે.આ વખતે વરસાદે હાથ તાળી આપતા ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા હતા. ત્યારે ઓગષ્ટ મહિનો ખેડૂતો માટે લાભકારી રહ્યો હોય તેમ મેઘરાજાએ સાર્વત્રિક મેઘમહેર કરતા ખેડુતોનો ડાંગરનો પાક છેલ્લા સમયે બચી જવા પામ્યો હતો. શહેરા તાલુકામાં આવેલા પશ્વિમ વિભાગમાં પાનમની કેનાલ હોવાને કારણે આ વિસ્તારનાં ખેડૂતોએ ડાંગરના ધરૂની રોપણી કરી દીધી હતી પણ શહેરા તાલુકાનો પુર્વોત્તર વિભાગમાં જરૂરી માત્રામાં વરસાદ ન પડવાને કારણે ખેડૂતો મુંજવણમાં મૂકાયા હતા. ત્યારે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીનાં કારણે ખેતરો પાણીથી ભરાઈ જતા ખેડૂતોએ ડાંગરની રોપણી શરૂ કરી દીધી હતી.

Advertisement

Share

Related posts

લાંબા વાળ, અતરંગી શૈલીમાં રણવીર સિંહને જોઈને ચાહકો ચોંકી ગયા ..!

ProudOfGujarat

અમદાવાદ ખાતે યોજાયેલ અદાણી કંપની દ્વારા મેરેથોન દોડમાં અંકલેશ્વર ક્લબના સભ્યો જોડાયા હતા

ProudOfGujarat

અંકલેશ્વરનો વિદ્યાર્થી ૧૨ વિજ્ઞાન પ્રવાહમાં રાજ્યમાં પ્રથમ સ્થાને.અગસ્તિ એજ્યુકેશનના ધ્રુવ પટેલે 99.99 પી.આર મેળવ્યા…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!