Proud of Gujarat
FeaturedGujaratINDIA

પંચમહાલ જિલ્લામાં કોવિડ-૧૯ માં વિશિષ્ટ કામગીરી કરનાર ૫૯ કોરોના વોરીયર્સનું સન્માન કરાયું.

Share

દેશના ૭૪ માં સ્વાતંત્ર્ય દિન નિમિત્તે પંચમહાલ જિલ્લામાં ગોધરા ખાતે જિલ્લા કક્ષાનો ઉજવણી સમારોહ યોજાયો હતો. કૃષિ, પંચાયત અને પર્યાવરણ રાજ્યમંત્રીશ્રી જયદ્રથસિંહ પરમારની અધ્યક્ષતામાં કોરોનાને ધ્યાનમાં રાખીને સોશિયલ ડિસન્ટન્સિંગ સાથે કરાયેલ ઉજવણીમાં જિલ્લામાં કોરોના સામેની લડાઈમાં વિશિષ્ટ કામગીરી બજાવનારા ૫૯ કોરોના વોરિયર્સનું પ્રશસ્તિપત્રો અર્પણ કરી મંત્રીશ્રી સહિતના મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. કોરોના સામે અવિરત લડાઈ ચાલી રહી છે ત્યારે જિલ્લાના શક્ય તેટલા વધુ નાગરિકોને સંક્રમણથી બચાવવા, સંક્રમિત થયેલાની સારવારમાં તેમજ આ કપરા સમયમાં આવશ્યક સેવાઓ સહિતની સેવાઓની ઉપલબ્ધિ સુનિશ્ચિત કરવામાં વિશિષ્ટ કામગીરી બજાવનારા ડોક્ટર્સ-નર્સ સહિતના મેડિકલ સ્ટાફ, આરોગ્યકર્મીઓ, સફાઈકર્મીઓ, પોલિસ સહિતના અધિકારીઓ-કર્મચારીઓની સેવાઓને સ્વાતંત્ર્ય દિવસના ખાસ અવસરે સન્માનવામાં આવી હતી. જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી ડો. સુરેન્દ્ર જૈન, જિલ્લા મુખ્ય તબીબી અધિકારી ડો. મહેશ પીસાગર, ઈએમઓ ડો. બી.કે.પટેલ, પ્રોબેશનરી ડેપ્યુટી કલેક્ટરશ્રી વલય વૈધ, ડિવાયએસપીશ્રી દેસાઈ, ડિવાયએસપીશ્રી રાઠોડ, તાલુકા વિકાસ અધિકારીસુશ્રી સેજલબેન સંગાડા સહિતના અધિકારીઓ અને કર્મચારીઓને ઉપસ્થિતજનોએ તાળીઓના ગડગડાટથી વધાવી લીધા હતા. મંત્રીશ્રીએ પણ પોતાના પ્રવચનમાં પણ કોરોના સામે લડનારા આ કોરોના વોરિયર્સ પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરતા તેમના પ્રયાસોને સાર્થક કરવા સરકારે જાહેર કરેલી માર્ગદર્શકિાનું પાલન કરવા અનુરોધ કર્યો હતો.

પંચમહાલ રાજુ સોલંકી

Advertisement

Share

Related posts

નાંદોદ તાલુકાના પ્રતાપનગર બસ સ્ટેન્ડ પાસે હાઇવા ટ્રક ચાલકે એક્ટિવા ચાલકને ટક્કર મારી અકસ્માત કરતા એક્ટિવા ચાલકનું મોત.

ProudOfGujarat

ભરૂચ SOG એ નશીલા પદાર્થનો મોટો જથ્થો ઝડપી પાડ્યો, રૂ.1. 57 કરોડનો ગાંજાનો જથ્થો લકઝરી બસમાં હેરફેર કરવાના કૌભાંડનો પર્દાફાશ

ProudOfGujarat

ગોધરા: પંચમહાલ જીલ્લા માહિતી અધિકારી રાજેન્દ્રસિંહ રાઠોડને શ્રેષ્ઠ કામગીરી માટે મળ્યુ સન્માન

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!