Proud of Gujarat
INDIAFeaturedGujarat

પંચમહાલ : શહેરા તાલુકાનાં દિવ્યાંગ બાળકોને કિટ વિતરણ કરવામાં આવી.

Share

એલીમ્કો ઉજ્જૈન અને સમગ્ર શિક્ષા અભિયાન શહેરાના સંયુક્ત ઉપક્રમે જાન્યુઆરી 2020 થી શરૂ કરી આજે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મ દિવસની ઉજવણી અને કોરોના મહામારીના સમયે બી.આર.સી.કો.ઓર્ડીનેટર શહેરા ડૉ. કલ્પેશ આર.પરમારના નેતૃત્વમાં શહેરા તાલુકાના સમગ્ર શિક્ષા અભિયાનના સ્પેશિયલ એજ્યુકેટર, IED SS તથા સી.આર.સી.કો. ઓર્ડીનેટર સાથે સંકલન કરી તાલુકાના 815 જેટલા દિવ્યાંગ બાળકોને ઘરે ઘરે જઈને કોવિડ 19 ના તમામ પ્રકારના માર્ગદર્શન મુજબ સોસિયલ ડિસ્ટન્સ રાખી, સેનિટાઈઝરનો ઉપયોગ અને માસ્ક રાખી દિવ્યાંગ બાળકો માટેની સ્પેશિયલ કીટોનું વિતરણ કરવામાં આવી.

જેમાં HI અને SI – 13 ની દિવ્યાંગતા ધરાવતા બાળકોને હિયરીંગ એડ સારી ગુણવત્તાવાળું આપવામાં આવ્યું. જેના આધારે તેની શ્રવણ દિવ્યાંગ દૂર કરી શકાય છે. બાળક આ હિયરીંગ એડ વડે સામાન્ય વ્યક્તિ કરતાં પણ ખૂબ સારું સાંભળી શકે છે, LV – 80 બાળકોને બ્રેઈલ કીટ જેમાં દિવસે અભ્યાસ માટેનું અલગ યંત્ર તથા રાત્રીના સમયે અભ્યાસ કરવા માટે બેટરી સાથેનો પ્રકાશ આપે તેવો ઊંચી કક્ષાનો બહિર્ગોળ લેન્સ આપવામાં આવ્યો. આ લેન્સથી દિવ્યાંગ બાળક પુસ્તક કે અન્ય જગ્યાએ લખાયેલા નાના અક્ષરો મોટા અક્ષરો દેખાય છે. તે સહજ રીતે પોતાનો અભ્યાસ કરી શકે છે. TB – 10 બાળકોને બ્રેઈલ કીટ આપવામાં આવી. જેના વડે તે પોતાનો અભ્યાસ આંગળીઓના ટેરવાના સ્પર્શ દ્વારા સામાન્ય બાળકની જેમ શિક્ષણ મેળવી શકે છે. આ સિવાય બ્રેઈલ કેન (મેગ્નેટવાળી લાકડી) પણ આપવામાં આવી. જેના વડે કોઈ અવરોધ સામે આવે તો તરત જ વાઈબ્રેટ થાય અને દિવ્યાંગ બાળકને સંકેત આપે છે. જે આધારે બાળકને અણધારી આવી પડતી મુશ્કેલીઓમાંથી બચાવી શકાય છે. MR બાળકોને MR – 375 કીટ આપવામાં આવી. આ કિટના ઉપયોગ વડે બાળકો હાથની કસરત, પગની કસરત, શરીરના વિવિધ ભાગોમાં બ્લડ સર્ક્યુલેશન વધારવા એક્યુપ્રેશર થાય તેવા વિવિધ રબરના સાધનો, પગની કસરત અને મનને સંતુલિત કરવા પગમાં દોરી સાથે પ્લાસ્ટિકનું બેલેન્સ કરવાનું સાધન, એસ આકારના સાધનમાં દડાને રોકવો પછી વેગ આપવો વગેરે સાધનોથી મનને સંતુલિત અને શાંત બનાવી શકાય તથા તેમાં ઉત્તરોત્તર વધારો કરી શકાય તેવા સારી ક્વોલિટીના સાધનો આપવામાં આવ્યા છે. OH, CP – 30 અને MD – 22 જેવી દિવ્યાંગતા ધરાવતા બાળકોને વ્હીલ ચેર, ટ્રાયસીકલ, ચેર, કેલીપર્સ, એક્ઝિલા સ્કેચ, બગલમાં રાખીને સરળતાથી ચાલી શકાય તે માટે એલ્યુમિનિયમની મજબૂત બગલ ગોડી વગેરે આપવામાં આવ્યા. જેના દ્વારા આ બાળકો એક જગ્યાએથી બીજી જગ્યાએ સરળતાથી જઈ શકે છે. તેઓ પોતાના શૈક્ષણિક સંકુલમા પણ અન્ય વ્યક્તિના સહકાર વગર પોતાનું અપડાઉન સરતાથી કરી શિક્ષણ અને અન્ય જીવન જરૂરિયાત મેળવી શકે છે. આ સિવાય ADL કીટ પણ બાળકોને આપવામાં આવી છે. આ કિટનો ઉપયોગ બાળક ઘરમાં લઈ શકે તેવા વાસણોવાળી કીટ આવે છે. જેનાથી બાળકો પોતાના રોજિંદા જીવનમાં પોતાના કાર્યો પોતાની જાતે કરી શકે છે. સમગ્ર શિક્ષા અભિયાન ટીમ અને બી.આર.સી.કો.ઓર્ડીનેટર શહેરા ડૉ. કલ્પેશ પરમારનો મુખ્ય ઉદ્દેશ આ દિવ્યાંગ બાળકોને આ કોરોના મહામારી સમયે પણ તેમની શારીરિક કસરતો નિયમિત ચાલુ રહે અને તેઓ પણ વર્તમાન સમયે શિક્ષણ માટે ઉપયોગમાં લેવાતા માધ્યમથી શિક્ષણ મેળવે તે માટે સમગ્ર ટીમ પ્રતિબદ્ધ છે. સ્પેશિયલ એજ્યુકેટર અને IED SS શિક્ષકો વિદ્યાર્થીઓના ઘરે જઈને માર્ગદર્શન અને સહાનુભૂતિ આપવાનું કાર્ય કરે છે.

બી.આર.સી.કો.ઓર્ડીનેટર શહેરા ડૉ.કલ્પેશ પરમાર પણ પોતાની શાળા મુલાકાત દરમિયાન દિવ્યાંગ બાળકોની વિશેષ કાળજી રાખવા શિક્ષકો અને વાલીઓ સાથે મુલાકત કરી માર્ગદર્શન દરમિયાન જણાવે છે કે દિવ્યાંગ બાળકોને સામાન્ય બાળકોની જેમ જ રાખવા અને તેમના પ્રત્યે પ્રેમ અને સહાનુભૂતિ વિશેષ રાખી કાળજી રાખવા નમ્ર વિનંતી કરે છે. તમામ શહેરા શિક્ષણ પરિવારનો સહકાર પણ આ બાબતે મળતો રહ્યો છે.

આ સિવાય તાલુકાના તમામ દિવ્યાંગ બાળકોને એમની દિવ્યાંગતાના સર્ટિફિકેટ, બસ પાસ, સ્ટાઈપેન્ડ, એસ્કોર્ટ અને શિષ્યવૃતિ તથા અનાથ બાળકોને પાલક માતા પિતાની સહાય પણ અપાવવા માટે સમગ્ર શિક્ષા અભિયાન શહેરાની ટીમ જેમાં ઈન્દ્રસિંહ બીહોલા, રાજેન્દ્રભાઈ પરમાર, હિરેન જોશી, કનુભાઈ પરમાર, રવિન્દ્રભાઈ મેઘા, મનીષભાઈ પટેલ, જ્યોતિબેન કડીયા, જયશ્રીબેન પ્રજાપતિ, હસમુખભાઈ પરમાર, ઈશ્વરભાઈ સુથારીયા, હેમલત્તાબેન પંડ્યા, રમેશભાઈ પગી, જયપાલસિંહ બારીઆ સૌ સાથે રહી અપાવવા સહકાર આપી સતત પ્રયત્નશીલ રહે છે. આગામી દિવસોમાં સરકારના માર્ગદર્શન મુજબ તમામ બાળકોને ઉત્તમ શિક્ષણ મળી રહે તે માટે બી.આર.સી.કો.ઓર્ડીનેટર શહેરા ડૉ. કલ્પેશ આર.પરમારે પોતાનો સંકલ્પ પૂર્ણ કરવાની મહેચ્છા અભિવ્યક્ત કરી છે. તાલુકાના તમામ દિવ્યાંગ બાળકોને આ કોરોના મહામારી સમયે સલામતી, સુરક્ષા અને ઉત્તમ શિક્ષણ મળી રહે તે સમગ્ર શિક્ષા અભિયાન શહેરાની ટીમ પ્રતિબદ્ધ છે.

Advertisement

પંચમહાલ રાજુ સોલંકી


Share

Related posts

નેત્રંગ : અમેરિકા વસતા ભૂતપૂર્વ વિદ્યાર્થીએ રૂપિયા એક કરોડ દાન આપતા ચાસવડ આશ્રમ શાળામાં ઓડિટોરીયમ અને ભોજનાલયનું ભૂમિપૂજન કરવામાં આવ્યું.

ProudOfGujarat

જામનગર શહેરમાં આગામી તા.14 સપ્ટેમ્બર સુધી સાત રસ્તા સર્કલથી જિલ્લા પંચાયત સુધીનો રસ્તો ભારે વાહનો માટે બંધ રહેશે

ProudOfGujarat

ભરૂચ : નર્મદા નદીને આડે 100 વર્ષ જુનો ઐતિહાસિક કોટ રીપેર કરવા લોકમાંગ ઉઠી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!