Proud of Gujarat
INDIAFeaturedGujarat

ભરૂચ : નર્મદા નદીને આડે 100 વર્ષ જુનો ઐતિહાસિક કોટ રીપેર કરવા લોકમાંગ ઉઠી.

Share

ભરૂચમાં આવેલા ટાવર રોડથી નીચે નર્મદા નદીને આડે 100 વર્ષ જુનો ઐતિહાસિક કોટ આવેલો છે અને તે વિસ્તારનો હેરીટેજ એરીયામાં સમાવેશ કરાયો છે. પરંતુ અનેક વખતે નગરપાલિકાને લેખિત અરજીઓ આપી હોવા છતાંય પણ કોઈ કાર્યવાહી નહીં કરાતા સ્થાનિકોમાં આક્રોશ ફેલાયો છે.

આ વિસ્તારમાં સને 2018 માં વસંત પંચમીના દિવસે તે સમયના કલેકટર તેમજ ધારાસભ્ય દુષ્યંત પટેલના હસ્તે આ હેરિટેજ એરીયાનું ઉદઘાટન કરાયું હતું. જેમાં નદી કિનારા પાસે બ્લોક બેસાડી, કોટનું સમારકામ કરી, ઈલેકટ્રીક સ્ટ્રીટ લાઈટના પોલ લગાડી ઉદ્દઘાટન કર્યું હતું. તે પછી 6 મહિના સુધી આ જગ્યાની સાફ-સફાઈ તેમજ ઝાડી ઝાંખરાની સમયસર કાપણી થતી હતી. પરંતુ તે પછી લગભગ છેલ્લા અઢી વર્ષથી સાફ-સફાઈ થતી નથી.
આ બાબતમાં ભરૂચ નગરપાલિકામાં જાણ કરી પરંતુ જવાબ મળ્યો કે આ વિસ્તાર નગરપાલિકાની હદમાં આવતો નથી. જેથી આ વિસ્તારના સ્થાનિક શહેનાઝ મિયાગામવાલા અને સ્થાનિકોએ કલેક્ટરને વધુ એક આવેદનપત્ર આપીને આ એરીયાની તમામ સ્ટ્રીટ લાઈટો ચાલુ કરી તથા તૂટેલા કોટનું રીપેરીંગ કામ કરવા તથા નિયમિત સાફ સફાઈ થાય તે અંગે માંગ કરી હતી.

Advertisement

Share

Related posts

સુરતના પલસાણામાં ઇ બાઈકની બેટરી બ્લાસ્ટ થતા ઘરનો સામાન સળગ્યો.

ProudOfGujarat

સ્પેશિયલ કોવિડ સ્મશાનથી ભરૂચિઓ માટે રાહતનાં સમાચાર, છેલ્લા ત્રણ દિવસથી સ્મશાનમાં મૃતદેહની સંખ્યામાં 50% નો ઘટાડો…

ProudOfGujarat

નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે “બચપન કા ઉત્સાહ, બચપન કા ચિંતન” ની ટેગલાઈન સાથે બે દિવસીય ચિંતન શિબિરનો પ્રારંભ કરાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!