Proud of Gujarat
INDIAFeaturedGujarat

પંચમહાલ : મોરવાની પેટા ચૂંટણીને લઇને પોલીસ દ્વારા ૧૮૧ હથિયારો જમા લેવાયા.

Share

મોરવા હડફની પેટા ચૂંટણી અનુસંધાને પંચમહાલ પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઇ રહે એ માટે કરાયેલી કામગીરી સબબ અત્યાર સુધીમાં કુલ ૧૮૧ હથિયારો જમા લેવામાં આવ્યા છે. જ્યારે કુલ ૪૧૨ વ્યક્તિ સામે અટકાયતી પગલાં લેવામાં આવ્યા છે. પંચમહાલ પોલીસ અધિક્ષક સુશ્રી લીના પાટીલે માહિતી આપતા જણાવ્યું કે, મોરવા હડક ખાતે વિધાનસભાની પેટા ચૂંટણી અનુસંધાને કુલ પાંચ ફ્લાઇંગ સ્ક્વોડ બનાવવામાં આવી છે. જે કાયદો અને વ્યવસ્થાની દ્રષ્ટિએ કામગીરી કરી રહી છે. પોલીસ દ્વારા નાકા પણ બનાવવામાં આવ્યા છે. જ્યાંથી આવતા જતાં વાહનો ઉપર નજર રાખવામાં આવે છે.

મોરવા હડફ આસપાસ પોલીસ દ્વારા પ્રોહિબિશન ડ્રાઇવ પણ વધારવામાં આવી છે. પોલીસ દ્વારા અત્યાર સુધીમાં રૂ. ૩૯૦૦ નો ૧૮૫ દેશી દારૂ તથા રૂ. ૧૫.૩૯ લાખની કિંમતની વિદેશી દારૂની બોટલ પકડી પાડવામાં આવી છે.

Advertisement

પંચમહાલ રાજુ સોલંકી


Share

Related posts

અમદાવાદ-છારાનગરમાં પાડોશી સાથે માથાકૂટમાં પથ્થરમારો, 1પોલીસમેનનું મોત

ProudOfGujarat

નર્મદા જીલ્લાનાં 9 દર્દીઓ સાજા થતાં, તમામને આરોગ્ય વિભાગે ઘર સુધી પહોંચાડયાં હતાં.

ProudOfGujarat

YRF 25 જુલાઈના રોજ ‘વોર 2’નું ટ્રેલર લોન્ચ કરીને રિતિક રોશન અને NTRની સિનેમેટિક સફરના 25 વર્ષની ઉજવણી કરશે!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!