Proud of Gujarat
Crime & scandalFeaturedGujaratINDIA

પંચમહાલ LCBની ટીમે ટાટાસુમો ગાડીમાં કતલખાને લઇ જવાતા પાંચ ગૌવંશને બચાવ્યા. એક ઇસમની ધરપકડ

Share

વિજયસિંહ સોલંકી,ગોધરા

પંચમહાલ જિલ્લામાં અબોલ મુંગા પશુઓને કતલખાને લઈ જતા પંચમહાલ LCBની ટીમે બચાવી લીધા છે.પોપટપુરા ગામ પાસે રોડ ઉપર ગૌવંશ ભરેલુ વાહન પસાર થવાનુ છે બાતમીને આધારે વોચ ગોઠવી હતી.એક ટાટાસુમો
ગાડી પસાર થતા તેને રોકી હતી.ગાડીમાં ખીચોખીચ અવસ્થામાં ચાર ગાયો અને એક વાછરડાને દોરડાથી બાંધેલા હતા તે જોઇ LCBની ટીમ પણ ચોકી ઉઠી હતી.ટીમે તેના ચાલક ની ધરપકડ કરી હતી.અને પશુઓને ગૌશાળામાં મોકલી આપી તેનો બચાવ કર્યો હતો.આ અંગે ગુનો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર પંચમહાલ LCB પોલીસને મળેલી બાતમીને આધારે ગોધરા શહેર પાસે આવેલા પોપટપુરા ગણેશ મંદિર રોડ પાસે ઇ.પી.આઇ કે.પી.જાડેજા, પો.સ.ઇ ક.કે.ડીંડોર તથા એલસીબી સ્ટાફના માણસોએ વોચ ગોઠવી હતી. તે દરમિયાન એક ટાટાસુમો (ગાડી નં- જી.જે.એ.૬૪૯૦)માં મુંગાપશુઓને કતલ કરવાના ઇરાદે ખીચોખીચ ભરી દોરડા વડે ગાયો નંગ-૪ કિ. રુ. ૪૦,૦૦૦, તેમજ વાછરડો નંગ-૧ કિ ૩૦૦૦ કુલ કિ,૪૩,૦૦૦ તથા ગાડી કિ,૧,૦૦,૦૦૦ કુલ મળી ૧,૪૩,૦૦૦ મળી ચાલક ઈમરાન સબ્બીર કડવા ઉર્ફ ગનાર, રહે વેજલપુર નાના મહોલ્લા, તા કાલોલ ને પકડી પાડી મુંગા પશુઓને કતલખાને લઇ જતા બચાવી લીધા હતા.અને પશુઓને પરવડી પાંજરાપોળ ખાતે મોકલી આપવામા આવ્યા હતા.પકડાયેલા ઇસમ વિરુધ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામા આવી હતી.
આ ગૌવંશ કોને ત્યા લઇ જવાના હતા અને ક્યાથી ભર્યા હતા.તેની પણ તપાસ હાથ ધરવામા આવી છે.
અત્રેનોંધનીય છે.કે ગૌવંશ માટે કડક કાયદોબન્યો હોવા છતા ગૌવંશની હેરાફેરી કરનારા બેરોકટોક બન્યા છે.હવે મોટા વાહનોની બદલે નાનાટાટાસુમોજેવા વાહનોનો આશરો લેવામા આવી રહ્યોછે.જેથી પોલીસને થાપ આપી શકાય પણ ગૌવંશની હેરાફેરી કરનારાઓની ગણતરી પંચમહાલ LCBના જાંબાજ સ્ટાફે ઉધી પાડી દીધી હતી.અને મુંગા પશુઓને કતલખાને જતા બચાવ્યા હતા

Advertisement

Share

Related posts

અમદાવાદમાં કારચાલકે અચાનક ડ્રાઈવર સાઈડનો દરવાજો ખોલતાં બાઈક અથડાતાં મહિલાનું મોત

ProudOfGujarat

વડોદરા તાલુકા કોંગ્રેસ સમિતી દ્વારા કોરોનામાં મૃત્યુ પામેલ વ્યક્તિનાં પરિવારને રૂ. 4 લાખનું વળતર મળે તે માંગ સાથે આવેદન આપ્યું.

ProudOfGujarat

માંગરોળ : લીમોદરા ગ્રામ પંચાયતના મહિલા કોમ્પ્યુટર ઓપરેટર ભ્રષ્ટાચાર આચરતા પદ પરથી દૂર કરવાની કરાઇ માંગ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!