Proud of Gujarat
GujaratFeaturedINDIA

પંચમહાલ : પતિના દીર્ઘાયુષ્ય માટે પત્નીએ વટસાવિત્રી વ્રતની ઉજવણી કરી.

Share

સનાતન ધર્મ સંસ્કૃતિમાં જેઠ મહિનાનું ધાર્મિક દ્રષ્ટી વિશેષ મહત્ત્વ રહેલું છે. તેમાં પણ જેઠ માસની પૂનમ એ વટસાવિત્રી તરીકે ઉજવવાનો અનોખો મહિમા રહેલો છે આ દિવસે સૌભાગ્યવતી મહિલાઓ પોતાના પતિના દિર્ઘાયુષ્ય માટે વટસાવિત્રીનું વ્રત કરી ઉપવાસ કરે છે અને વડની પૂજા કરે છે. ત્યારે ગોધરા શહેર સહિત જિલ્લામાં સૌભાગ્યવતી બહેનો સોળે શણગાર સજીને શિવ મંદિરો તેમજ વડલાના ઝાડે જઈ શાસ્ત્રોઉચ્ચાર વિધિ સાથે વ્રતની પૂજા કરી હતી. જેમાં વ્રતધારી બહેનો અબીલ-ગુલાલ, કંકુ-ચોખા અને ફૂલો અને જળ ચઢાવી વડનું પૂજન કરી બાદમાં વડના ઝાડ ફરતે સુતરનો દોરો વીટાળી પ્રદક્ષિણા કરી પતિના દીર્ઘાયુષ્ય માટે પ્રાર્થના કરે છે. વ્રતની પૂજા બાદ દિવસ દરમિયાન કેટલાક બહેનો નકોરા ઉપવાસ કરશે તો કેટલાક બહેનો દ્વારા ફરાળ કરી વ્રતની ઉજવણી કરવામાં આવે છે. વટસાવિત્રી વ્રતની પૂજા માટે શહેર-જિલ્લામાં અનેક સ્થળોએ આયોજન પણ કરાયા.

પંચમહાલ રાજુ સોલંકી

Advertisement

Share

Related posts

ઓપેલ કંપનીના પાર્કિંગ પાસે કારની ટક્કરે સુપરવાઇઝર ઘવાયો દહેજ મરીન પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ

ProudOfGujarat

ભરૂચ : હજરત ખ્વાજા ગરીબ નવાઝની છઠ્ઠી શરીફની સાંસરોદ દરગાહ શરીફ ખાતે શાનદાર ઉજવણી કરાઇ હતી.

ProudOfGujarat

ડેડીયાપાડાની એડી સેશન્સ કોર્ટે પોસ્કોનાં કેસમાં વિપુલ રામાભાઇ વસાવાને 10 વર્ષની સખ્ત કેદની સજા ફટકારી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!