Proud of Gujarat
FeaturedGujaratINDIA

ખેતતલાવડી કૌભાંડમાં તપાસનો ધમધમાટ : શહેરા પોલીસ પી.આઇ. હસમૂખ સિસારાએ ગોધરા સ્થિત જમીન વિકાસ નિગમની કચેરીએ તપાસ હાથ ધરી.

Share

વિજયસિંહ સોલંકી,શહેરા. (પંચમહાલ)

શહેરા તાલુકામા આવેલા કેટલાક ગામોમા ખેત તલાવડી બનાવાનું મશમોટું કૌભાડ બહાર આવતા  તાલુકામા ભારે સનસનાટી મચી જવા પામી છે. આ અંગે શહેરા તાલુકાના ખટકપુર ગામના ખેડુત મનસુખ ભાઈ સરદારભાઈ બારીયા એ જમીન વિકાસ કચેરીના મ.નિયામક સર્વેયર એજન્સીના સંચાલકો સામે ફરિયાદ નોધાવતા તપાસનો ધમધમાટ શહેરા પોલીસ દ્વારા શરુ કરવામા આવ્યો છે ત્યારે પોલીસ દ્વારા આ તમામને પકડવાના ચક્રો ગતિમાન કરવામા આવેલ છે. આજે શહેરા પોલીસ દ્વારા ગોધરા ખાતે આવેલી જમીન વિકાસ નિગમની કચેરી ખાતે પોલીસ અધિકારી હસમુખ સિસારા સહીત પોલીસસ્ટાફે તપાસ હાથ ધરી હતી.

Advertisement

પ્રાપ્ત વિગતો અનુસાર પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકામા થયેલા કરોડ રુપિયાના કૌભાડમા શહેરા પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ ઝડપથી શરુ કરી દેવામા આવ્યો છે. ગત રોજ રવિવાર હોવાને કારણે ગોધરા ખાતે આવેલી જીલ્લા જમીન વિકાસ નિગમની કચેરી બંધ હતી.આજે શહેરા પોલીસ મથકના પીઆઈ હસમુખ સીસારા પોતાની તપાસ ટીમ સાથે કચેરી ખાતે પહોચ્યા હતા. કચેરીમાં કર્મચારીઓની હાજરી પાંખી જોવા મળી હતી જીલ્લા જમીનવિકાસ નિગમ કચેરી ખાતે જરુરી તપાસ હાથ ધરી હતી ત્યારે ખેત તલાવડી બનાવાનું મશમોટું કૌભાડ મામલે શહેરા પોલીસ તપાસમા કોઈ કચાસ રાખવા માગતી નથી તેમ લાગી રહ્યું છે.તો ખેડુતો પણ પોતાના નામે કૌભાડ કરનારા ઓને સજા થાય તેમ ઇચ્છી રહ્યા છે.


Share

Related posts

વડોદરા એમ.એસ યુનિવર્સિટીમાં ધીંગાણું, વોટ્સેપ ગ્રુપમાંથી રીમુવ કરવા બાબતે બે વિદ્યાર્થી જૂથો બાખડયા.

ProudOfGujarat

પંચમહાલ : આત્મા પ્રોજેક્ટ કચેરી દ્વારા ઓડિયો કોન્ફરન્સ મારફતે ખેડૂતોને કૃષિ સંબંધિત માર્ગદર્શન અપાયું.

ProudOfGujarat

લુવારા ગામ નજીક દારૂના નશામાં સ્કૂલ બસ ચલાવતો ડ્રાઈવર ઝડપાયો, વાલીઓમાં રોષ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!