Proud of Gujarat
FeaturedGujaratINDIA

પંચમહાલ : મોરવા હડફ તાલુકામાં આવેલાં મોરા ખાતે આઇટીઆઇ હોસ્ટેલ બિલ્ડિંગનું લોકાર્પણ કરાયું.

Share

આજરોજ પંચમહાલ જિલ્લાના મોરવા હડફ તાલુકામાં આવેલાં મોરા ખાતે શ્યામાપ્રસાદ મુખરજી રૂર્બન મિશન હેઠળ બનાવવામાં આવેલી આઈટીઆઇ હોસ્ટેલના બિલ્ડિંગનું લોકાર્પણ રાજ્ય કક્ષાના મંત્રી બચુભાઇ ખાબડ દ્વારા કરવામાં આવ્યું હતુ, પંચમહાલ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી હસ્તકની આ યોજના હેઠળ આદિવાસી બાહુલ્ય ધરાવતા મોરા ખાતે આવેલ જે. આર. દેસાઇ સ્કૂલ કેમ્પસમાં શ્યામાપ્રસાદ મુખર્જી રૂર્બન મિશન યોજના હેઠળ ફાળવવામાં આવેલી ૧૪.૫૦ કરોડની ગ્રાન્ટ પૈકી ૩.૬૦ કરોડના ખર્ચે આ હોસ્ટેલ બિલ્ડિંગનું બાંધકામ કરવામાં આવ્યું છે, આ હોસ્ટેલ બિલ્ડિંગ મોરા ખાતે કાર્યરત થયા બાદ વિદ્યાર્થીઓને હોસ્ટેલ ખાતે જ રહેવા-જમવા સહિતનો ખર્ચ સંસ્થા દ્વારા કરવામાં આવતો હોય આર્થિક રીતે મદદ મળી રહેશે, આ બિલ્ડિંગનું બાંધકામ અદ્યતન ટેકનોલોજી મુજબ કરવામાં આવ્યું છે, જેને લઇને વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ સુવિધાઓ મળી રહેશે, આઈટીઆઇમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને હોસ્ટેલમાં જ રહેવાથી અપડાઉનમાંથી મુક્તિ મળશે અને સમયનો પણ બચાવ થશે, સૌથી મહત્વની વાત એ છે કે આ હોસ્ટેલ બનવાને કારણે પંચમહાલ જિલ્લાના કુટુંબોનું સ્થળાંતરના પ્રમાણમાં ઘટાડો થશે.

હોસ્ટેલ બિલ્ડિંગના લોકાર્પણ પ્રસંગે ઉપસ્થિત રહેલા રાજ્યકક્ષાના ગ્રામગૃહ નિર્માણ, ગ્રામવિકાસ, પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રી બચુભાઇ ખાબડે કાર્યક્રમના અધ્યક્ષસ્થાનેથી જણાવ્યું હતું કે પંચમહાલ જિલ્લાના મોરવા હડફ તાલુકાના મોરા પોકેટ ખાતે શ્યામાપ્રસાદ મુખર્જી રૂર્બન મિશન અંતર્ગત મોરવા હડફ જેવા અંતરિયાળ વિસ્તારના દીકરા દીકરીઓને સ્થાનિક કક્ષાએ જ પોતાના ગામમાં જ અભ્યાસની વ્યવસ્થા ઉભી થાય તે માટે આ આઈટીઆઇના હોસ્ટેલ બિલ્ડિંગનું ઉદઘાટન કરવામાં આવ્યું છે,

જેમાં ૪૦ જેટલા ઓરડામાં ૬૦૦ ઉપરાંત આ વિસ્તારના દીકરા-દીકરીઓ અહીંયા જ રહીને અભ્યાસ કરશે, ટેકનોલોજીનો ઉપયોગ કરીને પોતે આત્મનિર્ભર થાય તેના માટેની વ્યવસ્થા સરકાર દ્વારા કરવામાં આવી છે, ગ્રામવિકાસ એજન્સી દ્વારા રાજ્ય અને કેન્દ્ર સરકારના સહયોગથી ૩.૬૦ કરોડના ખર્ચે આ ભવનનું નિર્માણ કરવામાં આવ્યું છે,રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા ખુબ મોટી રકમ આપવામાં આવી છે, સાથે અન્ય વિવિધ યોજનાઓ પણ અમલમાં મૂકીને આ મોરા કલસ્ટરમાં આવેલા ૧૨ જેટલા ગામોમાં પણ અન્ય વિસ્તારો જેવી સુવિધાઓ ઊભી થાય તેવો અમે પ્રયત્ન કરીશું.

શ્યાાપ્રસાદ મુખરજી રૂર્બન મિશન યોજના હેઠળ બનાવવામાં આવેલી આઈટીઆઈ હોસ્ટેલ બિલ્ડિંગના લોકાર્પણ પ્રસંગે રાજ્યના કક્ષાના મંત્રી બચુભાઇ ખાબડ સહિત દાહોદ સાંસદ જશવંતસિંહ ભાભોર, મોરવા હડફ ધારાસભ્ય નિમિષાબેન સુથાર, પંચમહાલ જિલ્લા ભાજપ પ્રમુખ અશ્વિનભાઈ પટેલ, જિલ્લા કલેકટર સુજલ મયાત્રા, જિલ્લા વિકાસ અધિકારી અર્જુનસિંહ રાઠોડ, શહેરા પ્રાંત અધિકારી જય બારોટ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામકશ્રી એસ.ડી. તબિયાર સહિતના અધિકારીઓ અને અન્ય પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

પંચમહાલ રાજુ સોલંકી

Advertisement

Share

Related posts

જંબુસર ખાતે નર્મદા પુરાણ કથાનો પ્રારંભ

ProudOfGujarat

પાલેજ નજીક અજાણ્યા વાહનની અડફેટે અજાણ્યા ઇસમનું મોત…

ProudOfGujarat

નડિયાદ : ટીકીટ કેન્સલ કરાવવાના બહાને ગઠિયાએ ચાલાકીથી એપ્લીકેશન ઇન્સ્ટોલ કરાવીને રૂપિયા ઉપાડી લીધા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!