Proud of Gujarat
FeaturedGujaratINDIA

પંચમહાલ : મોરા પ્રાથમિક શાળામાં દાતાઓ સાથે સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો

Share

મોરવા હડફ તાલુકાની મોરા પ્રા.શાળામાં ભૌતિક સુવિધાઓમાં વધારો થાય તે માટે ગામના સજ્જનો દ્વરા દાન એકત્ર કરવામાં આવ્યું હતું. જેના અનુસંધાનમાં આજરોજ ગામના સજ્જનો દ્વારા રૂપિયા 53000 શાળાને દાન કરવામાં આવ્યું હતું. આપેલ દાનથી તમામ વર્ગખંડમાં CCTV કેમેરા લગાવવામાં આવ્યા હતા અને આ ઉદઘાટન પ્રસંગે તમામ દાતાઓ જોડે સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. દરેક વર્ગખંડ અને પરિસરમાં થઈ 20 જેટલા આહુજા કંપનીના સ્પીકર કાર્યરત કરવામાં આવ્યા સાથે B.Ed ના 9 તાલીમાર્થી ભાઈ બહેનોએ દિવાળી વેકેશન દરમ્યાન 15 દિવસ સુધી શાળામાં શિક્ષણની ગુણવત્તા સુધારણા તથા લર્નીગ લોસ પૂર્તતા અંતર્ગત અમૂલ્ય સમયદાન કરવા બદલ તમામને પ્રમાણપત્ર અને રૂપિયા 1000 પુરસ્કાર અર્પણ કરી તમામની આ ઉત્તમ કામગીરીને બિરદાવવામાં આવી હતી. આ પ્રસંગે શાળાના આચાર્ય નીશાર શેખે તમામ દાતાઓનો તથા સમયદાન કરનારનો આભાર વ્યક્ત કર્યો હતો.

પંચમહાલ રાજુ સોલંકી

Advertisement

Share

Related posts

નેત્રંગ તાલુકાના કેલ્વીકુવા ગામે રસ્તાની બાજુમાં બ્લોક નાંખવાના કામમાં ભ્રષ્ટચારની બૂમ

ProudOfGujarat

હાંસોટ તાલુકા આંગણવાડી સાહોલ ખાતે પ્રિકોશન ડોઝ આપવામાં આવ્યો.

ProudOfGujarat

અંકલેશ્વરમાં એન.સી.ટી.એલ કંપની પાસેથી ગૌ માસનાં જથ્થા સાથે બે ઈસમો ઝડપાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!