Proud of Gujarat
GujaratFeaturedINDIA

પંચમહાલ: ક્ષય વિભાગના કરાર આધારિત કર્મચારીઓએ જિલ્લાક્ષય અધિકારીને આપ્યુ આવેદન..

Share

પંચમહાલ: ક્ષય વિભાગના કરાર આધારિત કર્મચારીઓએ જિલ્લાક્ષય અધિકારીને આપ્યુ આવેદન..

(વિજય સોલંકી)આરોગ્ય વિભાગના રાષ્ટ્રિય ક્ષયનિયંત્રણ કાર્યક્રમ હેઠળ ફરજ બજાવતા કરાર આધારિત કર્મચારીઓની પગાર વધારાની માંગ સાથે
પંચમહાલ જિલ્લા ક્ષય વિભાગના ફરજ બજાવતા કર્મચારીઓએ જિલ્લા ક્ષય અધિકારી ડો.પી.એન. બરુઆ ને આવેદન પત્ર આપ્યુ હતુ અને તેમા પોતાની માંગણીઓએ લઇને રજુઆત કરી હતી.જિલ્લાના શહેરા સહાતના અન્ય તાલુકા તેમજ જિલ્લા મથકે કામ કરતા કરાર આધારિત કર્મચારીઓ પેનડાઉન હડતાલથી શરુઆત કરવામા આવી રહી છે.

Advertisement

મહેનતાણા વધારાનો આદેશ કરવામા આવ્યો જેનો ગુજરાતના કર્મચારીઓ એ મજાક સમાન,શોષણયુક્ત જોગવાઈ સભર,કર્મચારીને નિન્મકક્ષા તરફ ધકેલનાર પગારવધારાનો આદેશ ગણાવીને વિરોધ કરવામા આવ્યોછે. રાજયપાલમુખ્યમત્રી આરોગ્યમત્રીને પણ વિનંતીપત્ર લખવામા આવ્યો છે. જેમા જણાવામા આવ્યું છે કે આ પત્રમા હેઠળ નિયત મર્યાદામા કાર્યવાહી નહી કરવામા આવે તો હડતાલ સહિતના કાર્યક્રમો કરવામા આવશે.
તેના પગલે પંચમહાલ જિલ્લાના ક્ષયવિભાગમા ફરજ બજાવતા કરાર આધારિત કર્મચારીઓએ પેનડાઉન હડતાલ થી શરુઆત કરી છે.જો તેમની માંગણીઓ સ્વીકારવામા નહી આવે
તો ઉગ્ર આંદોલન ની પણ ચીમકી ઉચ્ચારવામા આવી છે.


Share

Related posts

દહેજમાં મહાદેવ હોટલના પાર્કિંગમાં ટેન્કરમાંથી કેમિકલ ચોરીનું કૌભાંડ ઝડપાયું : બે ડ્રાઈવરોની ધરપડક

ProudOfGujarat

કેન્દ્રીય ઉર્જા મંત્રી આર.કે.સીંગ રાષ્ટ્રીયકક્ષાની ઉર્જા કોન્ફરન્સને ખૂલ્લી મૂકશે

ProudOfGujarat

નશા મુક્ત ભારતના સંદેશ સાથે બિહારના નવ સાયક્લિસ્ટો ભરૂચમાં પહોંચ્યા, ઉષ્માભર્યું સ્વાગત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!