Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

દહેજમાં મહાદેવ હોટલના પાર્કિંગમાં ટેન્કરમાંથી કેમિકલ ચોરીનું કૌભાંડ ઝડપાયું : બે ડ્રાઈવરોની ધરપડક

Share

મુખ્ય સુત્રધાર વોન્ટેડ જાહેર કરાયો, તપાસમાં મોટું રેકેટ ઝડપાય તેવી શક્યતાં

 

Advertisement

દહેજ પોલીસે કેમિકલ તેમજ ટેન્કર મળી કુલ ૮૦ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

। ભરૂચ ।

દહેજ પોલીસ સ્ટેશનની ટીમ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે વેળાં કોન્સ્ટેબલ સેતાનસિંહ ઝાલાને ચોક્કસ બાતમી મળી હતી કે, દહેજ-ભરૂચ રોડ પર આવેલાં નાયરા પેટ્રોલ પંપની બાજુમાં આવેલાં મહાદેવ હોટલમાં પાર્કિંગમાં કેટલાંક શખ્સો ટેન્કરોના વાલ્વમાંથી કેમિલક ચોરી કરી રહ્યા છે. જેના પગલે તેમણે પીઆઈ હિતેશ ઝાલાને જાણ કરતાં તેમણે ટીમ સાથે સ્થળ પર દરોડો પાડયો હતો. જયાં જોતાં બે ટેન્કરના શખ્સો ટેન્કરના વાલ્વમાંથી કારબામાં કેમિકલની ચોરી કરી રહ્યાં છે.

જેથી ટીમે તેમની ધરપકડ કરતાં તેમના નામ મુલારામ બાબુલાલ શર્મા તેમજ ડાલુરામ રામારામ જાની (બન્ને રહે. બારમેર) હોવાનું માલુમ પડયું હતું. ટીમે સ્થળ પર તપાસ કરતાં બન્ને ટેન્કર ચાલકો દિપક ફિનોલેક્ષ કંપનીમાંથી એસીટોન કેમિકલ ભરીને દમણ ખાતે આવેલી પીડી લાઈટ કંપનીમાં ખાલી કરવા લઈ જવા નિકળ્યાં હતાં. દરમિયાનમાં તેઓ મહાદેવ હોટલ પર ન્હાવા-જમવા માટે રોકાતાં હોય છે. ત્યારે થોડા સમય પહેલાં રાજસ્થાનના પાલી ખાતે રહતો ગીરધરસિંગ રાજપૂત નામના શખ્સે તેમનો સંપર્ક કર્યો હતો. તેણે કેમિકલની માંગણી કરતાં તેઓએ ત્યાં ટેન્કર ઉભુ રાખી તેના વાલ્વ થોડા ઢીલા કરી તેમાંથી પ્લાસ્ટીકની ગળણીની મદદથી ચારેક કારબામાં એસિર્ટીન કેમિકલ ભર્યું હતું. એક કારબો ૩૫ લીટરનો એમ ૩ કારબા આખા અને એક કારબામાં ૧૫ લીટર એમ કુલ ૧૨૦ લીટર કેમિકલ ભરેલું હોવાનું જણાતાં ટીમે ૩૮ લાખના બે ટેન્કર તેમજ 41 લાખના કેમિલક મળી કુલ ૭૯.૮૮ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ટીમે પાલીના ગીરધરસિંગ રાજપૂતને વોન્ટેડ જાહેર કરી ત્રણેય વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


Share

Related posts

ભરૂચ સબજેલના એક બેરેકના શૌચાલયમાંથી મોબાઈલ મળી આવતા ખળભળાટ મચી જવા પામ્યો હતો.

ProudOfGujarat

મક્કા માં કુટુંબ સાથે હજજ કરવાં ગયેલાં પાલેજ નો યુવાન જન્નતનસીન.

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં વરસાદે સર્જ્યા તારાજીના દ્રશ્યો, બે સ્થાનો પર મકાન ધરાસાઈ તો ક્યાંક વૃક્ષ, કેટલાય લોકો માટે નદીમાં પુરનો ખતરો પણ યથાવત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!