Proud of Gujarat
FeaturedGujaratINDIA

પાટણ શહેરની વી.એમ દવે પ્રાથમિક અને માધ્યમિક શાળામાં વિજ્ઞાન મેળો યોજાયો.

Share

પાટણ શહેરની વી.એમ દવે પ્રાથમિક અને માધ્યમિક શાળામાં વિજ્ઞાન મેળાનું આયોજન કરાયું પાટણ શહેરની વી એમ દવે પ્રાથમિક શાળામાં ધોરણ 6 થી 10 ના વિદ્યાર્થીઓ દ્વારા શાળામાં વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં કુલ 28 કૃતિઓ રજૂ કરી છે તેમાં મુખ્યત્વે ડ્રોન, સોલર સિસ્ટમ, સૂર્યગ્રહણ, સૌરમંડળ, હોલોગ્રામ, ઓઇલ કલેક્ટર, માનવનું શ્વસનતંત્ર, જ્વાળામુખી, રુમ હીટર ટ્રાન્સપોર્ટેશન, પોલ્યુશન ઓઇલ શુદ્ધિકરણ જેવા વિવિધ પ્રોજેક્ટ બનાવ્યા હતા.

વિજ્ઞાન મેળાનું મુખ્ય અશાય વિદ્યાર્થીઓમાં જે સુષુપ્ત શક્તિ રહેલી છે તે ખીલીને બહાર આવે અને તેમનામાં વિજ્ઞાન પ્રત્યે રસ જાગે તે હેતુસર આ શાળામાં વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે C. R. C. સાહેબ શંભુભાઈ પ્રજાપતિ અને કમલેશભાઈ સ્વામીએ વિશેષ મહેમાન તરીકે હાજરી આપી હતી અને વિજ્ઞાન મેળાને ખુલ્લો મુક્યો હતો. ધોરણ 6 થી 10 ના 105 જેટલા વિદ્યાર્થીઓએ વિજ્ઞાન મેળામાં ભાગ લીધો હતો અને વિજ્ઞાન મેળાને સફળ બનાવવા માટે સાયન્સ શિક્ષક ભાર્ગવભાઈ ઠક્કર અને ગિરીશભાઈ પરમારે ખૂબ જ મહેનત કરી હતી. તે ઉપરાંત શિક્ષક ધર્મેન્દ્રભાઈ સોલંકી, હમીદભાઈ શેખ, કામિનીબેન સોલંકી અને દીપાબેન મિસ્ત્રીએ પણ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું. શાળા સુપરવાઇઝર મમતાબેન ખમારે વિદ્યાર્થીઓને આવી અવનવી પ્રવૃત્તિઓ કરતા રહીને વિદ્યાર્થીઓની સુશુપ્ત શક્તિઓને ઉજાગર કરવા તેમજ વિજ્ઞાન વિષયમાં રસ લઈને નવું નવું સર્જન કરતા રહેવા માટે આવા પ્રોજેક્ટ કરવા જરૂરી છે તેમ જણાવ્યું હતું. શાળામાં ખૂબ જ વિશાળ સાયન્સ વિષય પર રંગોળી પણ વિદ્યાર્થીનીઓ દ્વારા બનાવવામાં આવી હતી. પાટણની અલગ અલગ શાળાઓ કે કે ગર્લ્સ હાઇસ્કુલ, ગુમડા મસ્જીદ, વનરાજ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ વિજ્ઞાન મેળાની મુલાકાત લીધી હતી. શાળા સંચાલક જયેશભાઈ વ્યાસે સમગ્ર વિદ્યાર્થીઓને સ્ટાફને તેમની ઉમદા કામગીરી બદલ બિરદાવ્યા હતા.

Advertisement

Share

Related posts

હાલોલ : ગ્રામ્ય પોલીસ મથકના પી.એસ.આઈ એ કેનાલમાં પડેલા કિશોરનો જીવ બચાવ્યો.

ProudOfGujarat

જીતનગરના યુવાનનું કરજણ નદીમા ન્હાવા પડતાઉંડા પાણીમાં ડુબી જવાથી મોત..

ProudOfGujarat

ભરૂચ દીનદયાળ ભોજનાલય ખાતે ગેલઇન્ડિયા કંપની દ્વારા 4.79 લાખ નો ચેક આપવા માં આવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!