Proud of Gujarat
FeaturedGujaratINDIA

પટનામાં આરોપીની ધરપકડ કરવા ગયેલી પોલીસ પર હુમલો, ASI સહિત બે લોકો ઘાયલ

Share

બાયપાસ પોલીસ સ્ટેશન વિસ્તારના મથનીતાલ મહોલ્લામાં મંગળવારે રાત્રે 9:00 વાગ્યે આરોપી માતા-પુત્રને પકડવા આવેલી પોલીસ અને નાગરિકો વચ્ચે ઘર્ષણ થઈ ગયુ હતું. સેંકડોની સંખ્યામાં એકઠા થયેલા સ્થાનિકોએ પોલીસ વાહન પર હુમલો કર્યો હતો. ભીડે પોલીસ ટીમ પર પથ્થરમારો કર્યો હતો અને આરોપીઓને છોડાવવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે તેમના બચાવમાં ભીડ પર લાઠીચાર્જ કરીને તેમને ભગાવી દીધા હતા. પથ્થરમારામાં પોલીસના વાહનને નુકસાન થયું હતું. મહિલાઓએ પણ પોલીસનો વિરોધ કર્યો હતો. મહિલાઓએ પોલીસ પર તેમની સાથે મારપીટ કરવાનો આરોપ લગાવ્યો હતો. આક્રોશ વચ્ચે ચાર રાઉન્ડ ફાયરિંગ પણ થયું હતું. ગોળી કોણે ચલાવી તે સ્પષ્ટ થયું નથી. જોકે, પોલીસ ફાયરિંગ કરવાનો ઈનકાર કરી રહી છે. પોલીસ અને સ્થાનિક લોકો વચ્ચેના અથડામણ બાદ આ વિસ્તારમાં અફરા-તફરી મચી ગઈ હતી. આક્રોશિત લોકોએ પોલીસ સામે વિરોધ કર્યો હતો. એક અધિકારી પપ્પુ પાસવાન અને એક પોલીસ કર્મચારી પથ્થરમારામાં ઘાયલ થયા છે.

નાગરિકોએ જણાવ્યું કે, ચાર દિવસ પહેલા મથનીતાલ ખાતે ચાની દુકાને પહોંચેલા કોન્સ્ટેબલે ચા પીધા બાદ પૈસા નહોતા આપ્યા. આ બાબતે દુકાનદાર અને કોન્સ્ટેબલ વચ્ચે બોલાચાલી થઈ હતી. આ દરમિયાન ત્યાં હાજર લોકોએ ઈન્સ્પેક્ટર ભગાડી દીધા હતા. આ મામલે મંગળવારે રાત્રે બાયપાસ પોલીસ સ્ટેશન ચાના દુકાનદાર અને તેની માતાની ધરપકડ કરવા પહોંચી હતી. અહીં બાયપાસ પોલીસ સ્ટેશનના પ્રમુખ અમિત કુમારે જણાવ્યું કે ધરપકડ કરાયેલા ચાનો દુકાનદાર પિન્ટુ ગુનાહિત પાત્રના લોકોને તેની દુકાન પર બેસાડે છે અને દારૂ પીવે છે. જ્યારે પોલીસ તેમને પકડવા પહોંચી તો તેમના પર પથ્થરમારો કરવામાં આવ્યો. બીજી તરફ લોકોનું કહેવું છે કે બાયપાસ પોલીસ સ્ટેશનના સબ ઈન્સ્પેક્ટર બી ગુપ્તા ગેરકાયદેસર વસૂલાત કરે છે. અભદ્ર વર્તન કરે છે. વસૂલાત નહીં થાય તો જેલમાં મોકલી દેવાની ધમકી આપી હતી.

Advertisement

લોકોનું કહેવું છે કે રાત્રે લગભગ 9:00 વાગ્યે બાયપાસ પોલીસ સ્ટેશન મથનીતાલ મોહલ્લામાં પહોંચી અને પિન્ટુ અને તેની 50 વર્ષની માતાને પોલીસ વાહનમાં બેસાડી ગયા હતા. માતા-પુત્રની ધરપકડનો વિરોધ કરતાં સ્થાનિક નાગરિકોએ હોબાળો મચાવ્યો હતો અને ધરપકડ કરાયેલા લોકોને મુક્ત કરવાની માંગ કરી હતી.


Share

Related posts

વડોદરા શહેર પોલીસના ઉચ્ચ અધિકારીએ બોર્ડ મારી ભેટ સોગાદ લેવા પર પ્રતિબંધ ફરમાવ્યો.

ProudOfGujarat

આમોદમાં ખેડૂતોના ઉભા પાકને નુકશાન કરતાં રખડતાં ઢોરનો ત્રાસ દૂર કરવા ખેડૂતોનું મામલતદારને આવેદનપત્ર ચાર દિવસ પહેલા ગોપાલકોએ ખેડૂતને ઢોર માર માર્યો હતો.

ProudOfGujarat

અંકલેશ્વર અને હાંસોટ રોડ ઉપર સેલારવાડ પાસે મુખ્ય માર્ગ પર ભુવો પડતા વાહન ચાલકો અકસ્માતની ભીતિ સેવી રહ્યા છે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!