Proud of Gujarat
FeaturedGujaratINDIA

ગરબા ઉપર જીએસટી લાગુ કરાતા પોરબંદરમાં આમ આદમી દ્વારા વિરોધ પ્રદર્શન.

Share

હાલનાં મોંઘવારીનાં સમયમાં દિનપ્રતિદિન જીવન જરૂરી ચીજવસ્તુઓનાં ભાવમાં વધારો થઇ રહયો છે. આ ઉપરાંત સરકાર દ્વારા જીએસટીનો ડામ પણ આપવામાં આવી રહયો છે. ગુજરાતની આગવી ઓળખ ગણાતા ગરબામાં પણ ૧૮ ટકા જીએસટી લાગુ કરવાનાં સરકારનાં નિર્ણય સામે ભારે નારાજગી જોવા મળી રહી છે. ગરબા ઉપર જીએસટી લગાડવાનાં મુદ્દે પોરબંદરમાં આમ આદમી પાર્ટી દ્વારા અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો.

કોરોનનાં સંક્રમણ વચ્ચે તહેવારોની ઉજવણી કરવામાં આવી રહી છે. જન્માષ્ટમીનાં લોકમેળાની તૈયારીઓ ચાલી રહી છે. અને ત્યારબાદ ગણેશ ઉત્સવને લઇને પણ સરકારે અનેક છુટછાટો આપી છે. તો નવરાત્રિની તૈયારીઓ પણ શરૂ થઇ ગઇ છે. ગરબાએ ગુજરાતની એક આગવી ઓળખ છે અને નવરાત્રિની ગુજરાતીઓ આતુરતાપુર્વક રાહ જોતા હોય છે. પરંતુ આ વર્ષે ગરબા રમવા પણ મોંઘા પડશે. કારણ કે સરકારે વર્ષ ર૦રર થી ગરબાનાં પાર્ટસ ઉપર ૧૮ જીએસટી લાગુ કરી દીધો છે. જેને કારણે ખેલૈયાઓ પર આર્થિક ભારણ વધશે. અમદાવાદ, રાજકોટ, સુરત, બરોડા જેવા મહાનગરોમાં ગરબા રમવા ઉપર જો ૧૮ ટકા જીએસટી લેવામાં આવશે તો તેનો આંક કરોડોમાં પહોંચશે. જીવન જરૂરી ચીજવસ્તુઓ પર તો જીએસટી લગાડવામાં આવ્યો છે. અને તાજેતરમાં જ દુધ – દહીં- પનીર તેમજ અનાજની વસ્તુઓમાં જીએસટી લાગુ કરવામાં આવ્યો છે. આ જીએસટીનાં મારમાંથી લોકો બહાર નથી આવ્યાં ત્યાં ગરબાના પાસ ઉપર પણ ૧૮ ટકા જીએસટી લાગુ કરવામાં આવતાં ખૈલૈયાઓમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. આ મુદ્દે આજે પોરબંદરમાં આમ આદમી પાર્ટી દ્વારા સુદામાચોક ખાતે અનોખો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. અને ગરબાનાં પાસ ઉપર જીએસટી પાછો ખેંચવાની માંગ કરી હતી. સુદામા ચોક ખાતે આમ આદમીનાં પાર્ટીનાં કાર્યકરો દ્વારા ગરબે રમી ગરબા પરનાં જીએસટીનો વિરોધ કરવામાં આવ્યો હતો. આ વિરોધ પ્રદર્શનને લઇને પોલીસે કાર્યકરોની અટકાયત કરી હતી.

Advertisement

Share

Related posts

ભરૂચ : દહેજમાં આઇસર પાછળ ઇનોવા કાર ધુસી જતાં અકસ્માત સર્જાયો.

ProudOfGujarat

લીંબડી નગરપાલિકાના સફાઈ કામદારોની માંગ સંતોષાતા હડતાળનો આવ્યો અંત

ProudOfGujarat

આજે વિશ્વ નર્સિંગ દિવસ ભરૂચ સિવિલ હોસ્પિટલમાં નર્સિંગ ડે ની ઉજવણી કરવામાં આવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!