Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજકોટ મનપાની અદભુત કામગીરી : ૨૯૧ રખડતા પશુ પાંજરે પુરાયા, લોકોમાં હાશકારો

Share

રાજકોટ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી રાજ માર્ગો પર રખડતા ઢોરના પ્રશ્ને અવાર-નવાર અકસ્માતો સર્જાતા રહે છે, તે અંગે તંત્ર એકશનમાં આવ્યું છે. રાજકોટ મહાનગરપાલિકાની ANCD શાખા દ્વારા રસ્તે રખડતા અને અડચણરૂપ પશુઓ પકડવામાં આવે છે ત્યારે મનપા દ્વારા ગત અઠવાડીયે ૨૯૧ રખડતા ઢોર પકડવામાં આવ્યા છે.

રાજકોટ શહેરના વિસ્તારો રામેશ્વર મહાદેવ, લક્ષ્મીનગર, હિંગળાજનગર, ગીત ગુજરી સોસાયટી, હનુમાનમઢી ચોક, તિરૂપતી સોસાયટી, ભોમેશ્વર મેઈન રોડ, શ્રમજીવી સોસાયટી તથા આજુબાજુમાંથી ૧૩(તેર) પશુઓ, સોરઠીયાવાડી, ભક્તિનગર, પોલિસ સ્ટેશન પાસે, સહકાર રોડ, નંદાહોલ, આનંદનગર મેઈન રોડ, દેવપરા, જંકલેશ્વર મેઈન રોડ તથા આજુબાજુમાંથી ૧૩(તેર) ઢોર પકડવામા આવ્યા છે. રાજકોટના કોઠારિયા સોલવન્ટ, પ્રદ્યુમન પાર્ક મેઈન રોડ, સોમનાથ સોસાયટી, ગોપાલનગર, હરીદ્વાર સોસાયટી, શ્રીરામ સોસાયટી, કોઠારીયા ગામ રોડ, રણુજા મંદિર પાસે, ગણેશ પાર્ક મેઈન રોડ, મચ્છુનગર મેઈન રોડ, શિવ હોટલ પાસે, ગોંડલ હાઈવે તથા આજુબાજુમાંથી ૫૬ ઢોરને પકડી પાડવામાં તંત્રને સફળતા મળી છે. પારેવડી ચોક, સંતકબીર મેઈન રોડ, પેડક રોડ, કુવાડવા રોડ, ગોકુલનગર આવાસ પાસે, ખોડીયારનગર, R.T.O. પાછળ, નરસિંહનગર, રામ સોસાયટી, છપ્પનીયા ક્વાર્ટર્સ, રણછોડનગર, ભગવતી પરા, માર્કેટીંગ યાર્ડ, બ્રહ્માણી પાર્ક, રાધામીરા સોસાયટી, મોરબી રોડ તથા આજુબાજુમાંથી ૨૪ ઢોર , પરસાણાનગર, રેલનગર મેઈન રોડ, જંકશન પ્લોટ, પોપટપરા મેઈન રોડ, રઘુનંદન સોસાયટી, હંસરાજનગર, કાલાવડ રોડ, સ્લમ ક્વાર્ટર, ઝુલેલાલ મંદિર, સિંધી કોલોની તથા આજુબાજુમાંથી ૨૧ ઢોર પકડવામાં આવ્યા છે.

Advertisement

Share

Related posts

ભારતની હરનાઝ સંધુ બની મિસ યુનિવર્સ 2021…

ProudOfGujarat

ભરૂચ : બીટીપી અધ્યક્ષ મહેશ વસાવા ઝઘડિયા બેઠક પરથી ચુંટણી લડશે.

ProudOfGujarat

રાજપીપળા : PM મોદીનાં કાર્યક્રમ ટાણે કેવડિયા બચાવો આંદોલન સમિતિ દ્વારા વિવિધ માંગો સાથે આવેદન : બે દિવસ કેવડિયા બંધનું એલાન.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!