Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપળા : PM મોદીનાં કાર્યક્રમ ટાણે કેવડિયા બચાવો આંદોલન સમિતિ દ્વારા વિવિધ માંગો સાથે આવેદન : બે દિવસ કેવડિયા બંધનું એલાન.

Share

સ્ટેચ્યુ ઓફ યુનિટીને આગામી 31 મી ઓક્ટોબર 2020 નાં રોજ 2 વર્ષ પૂર્ણ થાય છે. એ દિવસને સમગ્ર દેશમાં રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવાય છે. આ વખતે PM મોદીની ઉપસ્થિતમાં કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી થવાની છે. PM મોદીના કાર્યક્રમની તૈયારીઓ અંતિમ તબક્કામાં છે ત્યારે ‘કેવડિયા બચાવો આંદોલન સમિતિ’એ PM મોદીના કાર્યક્રમનો વિરોધ નોંધાવી 30 અને 31 મી ઓક્ટોબર એમ 2 દિવસ કેવડિયા બંધનું એલાન આપ્યું છે.

ત્યારે નર્મદા, ભરૂચ, છોટા ઉદેપુર અને વડોદરા ગ્રામ્ય વિસ્તારની પોલિસનો કાફલો PM મોદીની સુરક્ષા માટે ખડકી દેવાશે. અત્રે એ ઉલ્લેખનીય છે કે અગાઉ જ્યારે કેવડિયા ટેન્ટ સીટી ખાતે PM મોદી કાર્યક્રમને લઈને 3 દિવસ રોકાયા હતાં ત્યારે પણ આદિવાસીઓએ કેવડિયા બંધનું એલાન આપ્યું હતું જે સફળ નીવડ્યું હતું.

સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસન સત્તા મંડળમાં આવતા 14 ગામના આદિવાસી આગેવાનોએ ‘કેવડિયા બચાવો આંદોલન સમિતિ’ના નેજા હેઠળ આદિવાસી આગેવાન ડૉ. પ્રફુલ્લ વસાવા, શૈલેષ તડવી સહિત અન્ય આગેવાનોએ દેશનાં રાષ્ટ્રપતિ, વડાપ્રધાન, ગુજરાતનાં રાજ્યપાલ, મુખ્યમંત્રી તથા નર્મદા જિલ્લા કલેકટર સમક્ષ પોતાની માંગો મૂકી છે. જો 7 દિવસમાં એનું નિરાકરણ નહીં આવે તો 2 દિવસ કેવડિયા બંધનું એલાન આપ્યું છે. આ સાથે જ આંદોલનની ચીમકી પણ ઉચ્ચારતા PM મોદીના કાર્યક્રમને ગ્રહણ લાગી ગયું છે.

Advertisement

શું છે આદિવાસી સમાજની માંગણીઓ?

(1) સ્ટેચ્યુ ઓફ યુનીટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન સત્તામંડળને તત્કાલ હટાવી 14 આદિવાસી ગામ પંચાયતોના અધિકારો પરત કરો. ભારતીય સંવિધાનની 5 મી અનુસુચિ અને પેસા કાનુન મુજબ અહીં ગ્રામસભાના સ્વતંત્ર નિર્ણય લેવાના અમારાં મૌલિક અધિકારનો ઉપયોગ જરૂર થશે જ. અમારા આ વિસ્તારમા ભારતીય બંધારણ અને આદિવાસી રુઢિ પરંપરાઓ મુજબ જે ઠરાવ થશે તે પ્રમાણેનો જ અમે કાર્ય કરવા બંધાયેલા છીએ.

(2) કોરોના લોકડાઉનની આડમાં તાર ફેન્સીંગ કરી જે ખેડૂતોની જમીનો પર સરકારે બિન કાયદેસર કબજો કર્યોં છે તે તમામ જમીનો પરના દબાણ હટાવી આદિવાસીઓના જીવનના સહારારુપ જમીનો પરત આપવામાં આવે.

(3) વિયરડેમમાં બિનજરૂરી રીતે પાણી ભરવાથી જે ખેડુતો અને આદિવાસીઓને નુકસાન થયેલ છે તેમને ઉભા પાક નુકસાન જેટલું અનાજ આપવામાં આવે અને જે જમીનોનું ધોવાણ થયું છે તેમાં તત્કાલ માટી પુરી આપવામાં આવે. જે ઘરોને નુકશાન થયું છે તે તમામ ઘરો તત્કાળ જે તે સ્થિતિના બનાવી આપવામાં આવે.

(4) અમારાં માટે અમારાં ગામડાઓ જ આદર્શ ગામ છે હાલમાં અમારાં ઘરો જે સ્થિતિમાં છે તેનાંથી અમે ખુશ છીએ. અમને હાલ ગોરા ગામ ખાતે જે નકલી આદર્શ ગામ બનાવી આપવા પ્લાન ચાલે છે જે અમોને કદાપિ મંજુર નથી.

(5) 31 ઓકટોબરે જે વડાપ્રધાનનાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જે કાર્યક્રમ રદ્દ કરવામાં આવે. કોરોના મહામારી વચ્ચે આ વિસ્તારમાં CRPFનાં 130 જવાનોમાંથી 45 પોઝિટિવ કેસ આવ્યાં હતાં, બહાર નોકરીએ જતાં અહીંના SRP જવાનો કોરોના પોઝિટિવ થઈને પાછા અમારાં વિસ્તારમાં આવે છે. હમણાં 31 ઓકટોબરના કાર્યક્રમને લીધે જે અન્ય જિલ્લાઓ કે રાજ્યો માંથી પોલિસ ફોર્સ અને અન્ય ફોર્સ આવી રહી છે જેથી અમારાં વિસ્તારમાં કોરોના વધુ ફેલાઈ જવાનો ડર છે. કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે 31 ઓક્ટોબરનો કાર્યક્રમ રદ્દ નહીં કરવામાં આવે તો આ વિસ્તારોમાં કોરોના સંક્રમણ વધી જશે જે આદિવાસીઓ માટે ખતરારૂપ છે.

(6) 14 ગામોની જમીનો પડાવવા હાલ જે નીતિનો ઉપયોગ થઈ રહયો છે જેનાથી અમેં સહમત નથી. ગુજરાત સરકાર-નર્મદા જિલ્લા પોલીસ અને સરકારી પ્રશાસન ભારતીય બંધારણની ઉપરવટ જઈ અમોને ડરાવી ધમકાવી, બળ પુર્વક અમારી જમીનો પડાવી , અમારાં અને અમારાં અધિકારોની વાત કરનારા સમાજસેવકો પર ખોટા કેસો કરી અમોને હેરાન પરેશાન કરવાની આવી તમામ બિન કાયદેસરની પ્રવૃત્તિઓ બંધ કરવામાં આવે. જો અમારી માંગણીઓ નહીં સંતોષવામાં આવે તો અમને ગાંઘી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે.

રાજપીપળા : આરીફ જી કુરેશી


Share

Related posts

સુરેન્દ્રનગરના લીંબડી વિસ્તારમાં ભારત બંધના રાષ્ટ્રીય આંદોલન અને બહોળો પ્રતિસાદ મળ્યો છે લીંબડીના બજારો બંધ રહ્યા હતા.

ProudOfGujarat

ભરૂચ : માતાજીની આઠમ અંગે ભરૂચ પંથકમાં તડામાર તૈયારી.

ProudOfGujarat

વડોદરા : સ્વસહાય જૂથની મહિલાઓના ઉત્કર્ષ માટે વહિવટી તંત્ર દ્વારા ‘કેશ ક્રેડિટ કેમ્પ’ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!