Proud of Gujarat
GujaratFeaturedINDIA

ઝઘડીયા ગામે લીકેજ ગટર લાઇન દુરસ્ત ન કરાતા જનતામાં રોષ.

Share

ભરૂચ જિલ્લાના ઝઘડિયા ગામે થોડા સમય પહેલા સુએજ ગટર લાઈન બનાવવામાં આવી હતી. આ ગટર લાઇન વારંવાર જાહેર રસ્તા ઉપર લીકેજ થતી હોવાથી તે બાબતે રજુઆતો કરવા છતાં જવાબદાર તંત્ર આ ગટર લાઈનની વારંવાર થતી લિકેજ પ્રત્યે બેદરકારી દાખવી રહ્યું હોવાનું જાણવા મળ્યુ છે. મળતી વિગતો મુજબ હાલમાં આ ગટર લાઈન ઝઘડિયા કોર્ટ રોડ પર આવેલ એપીએમસી અને એસટી ડેપો પાસે ખૂબ મોટા પ્રમાણમાં લીકેજ થઈ રહી છે અને છેલ્લા કેટલા સમયથી આ સુએજ ગટર લાઇનનું ગંદુ દુર્ગંધ યુક્ત પ્રદૂષિત પાણી જાહેર રોડ પર ફેલાઈ રહ્યું છે, તેમ છતાં જવાબદાર તંત્ર દ્વારા જાગૃત નાગરિકોની ફરિયાદ મળ્યા બાદ પણ કોઇ પગલાં ભરવામાં આવતા નથી. ગટર લાઇનના લીકેજ બાબતે લીમોદરાના આરીફ શેખ નામના જાગૃત નાગરિકે ગ્રામ પંચાયતથી લઇ જિલ્લા મથક સુધી આ બાબતની મૌખિક ટેલિફોનિક તેમજ સોશિયલ મીડિયા થકી જાણ કરી હોવા છતાં હજી સુધી લીકેજ સુએજ ગટરલાઈનુ સમારકામ હાથ ધરવામાં આવ્યું નથી. જે ઝઘડીયા જેવા તાલુકા મથકની સમસ્યા હોઇ, શરમજનક બાબત ગણાય ! નાગરિકોના સળગતા પ્રશ્નો બાબતે મૌન સેવતા નેતાઓ અને અધિકારીઓને લઇને જનતામાં સ્પસ્ટ નારાજગી દેખાય છે. આ બાબતે રજુઆત બાદ પણ સમસ્યાનું નિરાકરણ આવ્યુ નથી. જો વારંવાર લીકેજ થતી સુએજ ગટર લાઈનની કાયમી ધોરણે મરામત કરીને સમસ્યાનું નિવારણ નહીં લવાય તો ઝઘડિયાના ગ્રામજનો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે તેવી ચર્ચાઓ પણ જાણવા મળી હતી.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

રાજકોટમાં ભાઈએ પિતરાઈ બહેનને બ્લેકમેઇલ કરી અનેક વખત દુષ્કર્મ ગુજારતાં 5 મહિનાની ગર્ભવતી બનાવી.

ProudOfGujarat

વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ભરૂચ જિલ્લા GVK ઇમરજન્સી 108 એમ્બ્યુલન્સ દ્વારા વૃષા રોપણ કરી ઉજવણી કરવામાં આવી હતી.

ProudOfGujarat

ઉમરપાડા તાલુકામાં વધુ ચાર લોકોનાં કોરોના રીપોર્ટ પોઝિટિવ આવતાં આરોગ્ય તંત્ર દોડતું થયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!