Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ નગરપાલિકાનાં સભાખંડ ખાતે નારી શક્તિનું સન્માન કરાયું..

Share

ભરૂચ નગરપાલિકાનાં સભાખંડ ખાતે રોટરેકટ કલબ ઓફ નર્મદા નગરી તથા નહેરુ યુવા કેન્દ્ર ભરૂચનાં સંયુકત ઉપક્રમે શાંતિ વંદના પ્રોજેકટ અંતર્ગત શહેરનાં મહિલા સફાઈ કર્મચારીને સન્માનિત કરવાનું પ્રમુખની ઉપસ્થિતિમાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આજે નગરપાલિકાનાં સભાખંડમાં રોટરેકટ કલબ ઓફ નર્મદા નગરી શહેરનાં મહિલા સફાઈ કર્મચારીને સન્માનિત કરવાનો એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. હાલ નવરાત્રિ પર્વ એટલે કે નારી શક્તિનું પર્વ ચાલી રહ્યું હોય આ પર્વને અનુલક્ષીને ભરૂચ શહેરનાં મહિલા સફાઈ કર્મચારીઓને આજે નગરપાલિકાનાં સભાખંડમાં સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં ભરૂચ શહેરનાં પ્રથમ નાગરિક સુરભિબેનને પણ પ્રશસ્તિ પત્ર આપી સન્માનિત કરાયા હતા.

આ તકે નગરપાલિકાનાં પ્રમુખ સુરભિબેન સેનેટરી ચેરમેન સતિશ મિસ્ત્રી, રોટરેકેટ ચેરમેન દિવ્યજિતસિંહ, પ્રમુખ જયમીન વ્યાસ, સચિવ નવીન નહારીયા, નેલશન સુતરીયા ઉપસ્થિત રહ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન રોટરેકેટ પૂર્વ પ્રમુખ પુજાબેનએ કર્યું હતું.

Advertisement

Share

Related posts

ભરૂચ જીલ્લાનાં અંકલેશ્વર તાલુકાનાં કાપોદરા ગામમાં મસ્જિદ મદ્રસા ટ્રસ્ટનાં કર્તાધર્તાઓએ જમીનો વેચી નાંખી કરોડો રૂપિયાનો વહીવટ કરી નાંખવાની ફરિયાદ બાદ વકફ બોર્ડ દ્વારા રિસીવરની નિમણૂક કરવામાં આવતા મિલકતોની તપાસ શરૂ કરવામાં આવી.

ProudOfGujarat

કરજણ તાલુકાના વલણ હોસ્પિટલ ખાતે નિ:શુલ્ક નેત્રરોગ નિદાન શિબિર યોજાઇ

ProudOfGujarat

અનુષ્કા તથા વિરાટ કોહલીને ફરીથી લગ્ન કરવા પડશે ???

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!