Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજકોટના ધોરાજીમાં તાજીયા ઉપાડતા સમયે 15 લોકોને કરંટ લાગ્યો, બે ના મોત

Share

રાજકોટનાં ધોરાજીના રસલપુરામાં તાજીયા દરમિયાન 15 જેટલા લોકોને વીજ કરંટ લાગતાં ઈજાગ્રસ્તોને સારવાર અર્થે સરકારી અને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હાલમાં 3 થી 4 જેટલા લોકોની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. તે ઉપરાંત બે લોકોના મોત થયા હોવાનું પણ જાણવા મળ્યું છે. આ અંગેની જાણ થતાં જ હોસ્પિટલની બહાર લોકોના ટોળે-ટોળા એકઠા થઈ ગયા હતા. હાલ હોસ્પિટલ ખાતે તમામની સારવાર ચાલી રહી છે. આ બનાવને પગલે આખા શહેરમાં ચકચાર મચી ગઈ છે.

આ અંગે મળતી માહિતી પ્રમાણે, ધોરાજીના રસુલપરા વિસ્તારમાં મોહરમના તાજિયાને ઉપાડતી વખતે એક ટોળાને કરંટ લાગ્યો છે. PGVCL ની વીજ લાઈનમાં તાજીયા અડી જતાં આ ઘટના બની હતી. 15 જેટલા લોકોને આ કરંટ લાગ્યો છે. જેમાંથી ચાર લોકો ગંભીર ઇજાગ્રસ્ત છે. આ ઇજાગ્રસ્તોને ધોરાજીની સરકારી અને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. આ અકસ્માતને કારણે આખા શહેરમાં ચકચાર મચી ગઇ છે. આ ઘટનામાં બે લોકોના મોત થયા હોવાનું જાણવા મળ્યું છે.

Advertisement

Share

Related posts

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા જામનગર મહાનગરપાલિકા ઝોન કક્ષાની સ્પર્ધા યોજાઈ.

ProudOfGujarat

ખેડા જિલ્લાના તમામ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરની બેઠક યોજાઈ.

ProudOfGujarat

સરકારે રાજયમાં શેરીગરબાને આપી મંજુરી : જાણો શું છે નિયમો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!