Proud of Gujarat
GujaratCrime & scandalFeaturedINDIA

રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ડોક્ટરનું મહિલા તબીબ ઉપર દુષ્કર્મની ઘટના થી ખળભળાટ..

Share

 
FILE PICરાજકોટઃ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં માસ્ટર ઓફ સર્જરીના રેસિડેન્ટ ડોક્ટરે તેની જુનિયર ડોક્ટર પર ફરજ દરમિયાન રાત્રીના વોર્ડમાં જ દુષ્કર્મ આચર્યાની ઘટના પ્રકાશમાં આવતા ચકચાર મચી ગઇ હતી. 25 દિવસ પૂર્વેની ઘટનામાં પોલીસે શનિવારે ગુનો નોંધી દુષ્કર્મ આચરનાર ડોક્ટર સચિનસિંઘની ધરપકડ કરી તેને બે દિવસના રિમાન્ડ પર લીધો હતો.

કોઇને કહીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી

Advertisement

રાજકોટ મેડિકલ કોલેજમાં માસ્ટર ઓફ સર્જરીના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી ડોક્ટર યુવતીએ શનિવારે પ્રદ્યુમ્નનગર પોલીસ સ્ટેશનમાં તેના સિનિયર ડોક્ટર યુપીના વતની અમદાવાદ નિકોલમાં રહેતા સચિનસિંઘ સંતોષકુમારસિંઘ (ઉ.વ.28) સામે ફરિયાદ નોંધાવી હતી. મહિલા તબીબે ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગત તા.30ના રાત્રીના પોતે સિવિલ હોસ્પિટલના સર્જરી વોર્ડમાં ફરજ પર હતા અને ડોક્ટર રૂમમાં હતા ત્યારે તેનો સિનિયર ડોક્ટર સચિનકુમારસિંઘ ધસી આવ્યો હતો અને બળજબરીપૂર્વક શરીર સંબંધ બાંધ્યો હતો અને દુષ્કર્મ બાદ આ અંગે કોઇને કહીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી.

તબીબોની કમિટીએ જવાબદાર તબીબ સામે પગલાં લીધા
ડો.સચિનસિંઘના કૃત્યથી સ્તબ્ધ બની ગયેલા મહિલા તબીબે આ અંગે તા.2ને સાતમને દિવસે આ અંગે મેડિકલ કોલેજના સર્જરી વિભાગના એચઓડી સમક્ષ સિનિયર તબીબે કરેલા દુષ્કર્મ અંગે લેખિત રાવ કરી હતી. ઘટનાને ગંભીરતાથી લઇ તા.3ને આઠમને દિવસે મેડિકલ કોલેજમાં 10 તબીબોની બેઠક મળી હતી, જેમાં આરોપી સચિનકુમારસિંઘે ગુનાની મૌખિક કબૂલાત આપતા ડો.સચિનસિંઘને તાકીદે સસ્પેન્ડ કરી દેવાયો હતો, અને હોસ્ટેલમાંથી પણ રવાના કરી દેવામાં આવ્યો હતો. તબીબોની કમિટીએ જવાબદાર તબીબ સામે પગલાં લીધા બાદ મહિલા તબીબ અને તેના પિતાને પોલીસ ફરિયાદ નોંધાવવી હોય તો તે અંગે પણ માર્ગદર્શન આપ્યું હતું.
શનિવારને તા.22ના રોજ મહિલા તબીબ અને તેના પિતા પ્ર.નગર પોલીસ મથકે પહોંચ્યા હતા અને ફરિયાદ નોંધાવી હતી. પીઆઇ કાતરિયા સહિતના સ્ટાફે આરોપી ડો.સચિનસિંઘ સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી અને રિમાન્ડની માગ સાથે કોર્ટમાં રજૂ કરતા કોર્ટે બે દિવસના રિમાન્ડ પર પોલીસ હવાલે કર્યો હતો. પોલીસે ડો.સચિનસિંઘનું તબીબી પરીક્ષણ પણ કરાવ્યું હતું…સૌજન્ય્ DB


Share

Related posts

નડિયાદ સી.બી.પટેલ આર્ટ્સ કોલેજમાં વાલી – અધ્યાપક સંમેલન યોજાયું.

ProudOfGujarat

ગોધરા :ખેડુતની જમીનના બનાવટી દસ્તાવેજ બનાવી ગેરરીતી આચરનારા જમીન દલાલ સહિત પાંચ સામે પોલીસ ફરિયાદ

ProudOfGujarat

સ્ટેનલેસ સ્ટીલના ત્રણ ભુંગળા, કોપરના વાયર તથા તાંબાના તાર સાથે શંકાસ્પદ હાલતમાં એક ઈસમને ઝડપી પાડતી પેરોલ ફર્લો સ્કોડ ભરૂચ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!