Proud of Gujarat
FeaturedGujaratINDIA

જય મા ખોડલના નાદ સાથે કાગવડ ગામથી ખોડલધામ મંદિર સુધીની પદયાત્રા યોજાઈ.

Share

ખોડલધામ ટ્રસ્ટ-કાગવડની દર વર્ષની પરંપરા મુજબ નવરાત્રિના પ્રથમ દિવસે પદયાત્રા યોજાઈ હતી. શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેન નરેશભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને કાગવડ ગામથી ખોડલધામ મંદિર સુધી યોજાયેલી આ પદયાત્રામાં ભક્તો જોડાયા હતા અને પ્રથમ નોરતે મહાઆરતી, ધ્વજારોહણ અને યજ્ઞનું આયોજન કરવામાં આવ્યુ હતુ.

પ્રથમ નોરતે યોજાયેલી પદયાત્રામાં જોડાવા વહેલી સવારથી જ કાગવડ ગામે શ્રદ્ધાળુઓ પહોંચી ગયા હતા. સવારે સાડા સાત કલાકે શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેન નરેશભાઈ પટેલનું કાગવડ ગામવાસીઓ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. કાગવડ ગામે પ્રાથમિક શાળામાં નરેશભાઈ પટેલ અને અન્ય ટ્રસ્ટીઓએ દિપ પ્રાગટ્ય કર્યું હતું. બાદમાં રથમાં બિરાજમાન મા ખોડલની આરતી કર્યા બાદ પદયાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું. પદયાત્રામાં મા ખોડલના રથની આગેવાનીમાં ડી.જે.ના તાલે ગરબા રમતાં રમતાં ભક્તો કાગવડ ગામથી ખોડલધામ મંદિર સુધી પહોંચ્યા હતા.

પદયાત્રા મંદિરના પટાંગણમાં પહોંચ્યા બાદ ભાવિકોએ મા ના આશીર્વાદ લીધા હતા. મંદિરે મા ખોડલની મહાઆરતી કરવામાં આવી હતી. ત્યારબાદ શ્રી ખોડલધામ મંદિરના શીખર પર ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. દર વર્ષની માફક આ વર્ષે પણ યજ્ઞશાળામાં યજ્ઞ કરવામાં આવ્યો હતો. પદયાત્રામાં જોડાયેલા ભક્તો માટે શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા ફળાહાર અને નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી હતી. પદયાત્રાના માર્ગ પર ભક્તોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે સ્વયં સેવકોની ટીમ પણ ખડેપગે ઉપસ્થિત રહી હતી અને પાણી સહિતની વ્યવસ્થા સંભાળી હતી. આ પદયાત્રામાં શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેન સહિત અન્ય હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ


Share

Related posts

રોટરી ક્લબ અંકલેશ્વર દ્વારા નેત્રંગ તાલુકાના ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓને એક્ઝામ કીટનું કરાયું વિતરણ.

ProudOfGujarat

લાખો રૂપીયાના ખેરના લાકડાની તસ્કરી ઝડપાઈ વન માફીયોમા હડકમ જાણો ક્યા….!!!

ProudOfGujarat

ઉમરપાડા તાલુકાનાં ચારણી ગામે ખેડૂત સંવાદ યોજાયો…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!