Proud of Gujarat
FeaturedGujaratINDIA

નર્મદા નદીમાં માછલી મારવા ગયેલ રાજપારડીના યુવકને મગર ખેંચી ગયો

Share

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના જુનાપોરા ગામ નજીક ગઇકાલે નર્મદામાં માછલી મારવા ગયેલ રાજપારડીના માધવપુરા ના દિનેશ વસાવા નામના ૩૫ વર્ષીય યુવકને મગર ખેંચી ગયો હતો. રાજપારડી પોલીસે સ્થાનિક અગ્રણીઓ અને તરવૈયાઓની મદદ લઇને નદીમાં લાપતા થયેલ યુવકને શોધવા કામગીરી હાથ ધરી હતી. રાજપારડી પોલીસ સ્ટેશનના અવિધા બીટના જમાદાર મંગુભાઇના જણાવ્યા મુજબ પોલીસે ત્રણ નાવડીઓ અને તરવૈયાઓની મદદથી યુવકને શોધવા કામગીરી હાથ ધરી હતી. આ લખાય છે ત્યાં સુધી હજી યુવકનો કે તેના મૃતદેહનો કોઇ પત્તો લાગ્યો નથી.

ગુલામહુસેન ખત્રી:- રાજપરડી

Advertisement

Share

Related posts

માંગરોળ : વસરાવી ગામને વહીવટી તંત્રે આજરોજ તા. 9/4/2020 નાં સવારથી “ક્લસ્ટર કોરોનટાઇન” જાહેર કરાયું.

ProudOfGujarat

વિદેશી દારૂ સાથે એક ઇસમને ઝડપી પાડતી નડિયાદ એલ.સી.બી

ProudOfGujarat

અમદાવાદ જીલ્લામાં ટીબી નિર્મુલન અભિયાન ૨૦૨૫ અંતર્ગત મેડીકલ મોબાઇલ એકસ-રે વાનનો પ્રારંભ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!