Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપારડીમાં માસ્ક નહિ પહેરલ વ્યક્તિઓ વિરૂદ્ધ દંડનીય કાર્યવાહી કરવામાં આવી.

Share

હાલમાં કોરોનાનાં વિશ્વ વ્યાપી ફેલાવાથી સમગ્ર વિશ્વ ચિંતિત છે. કોરોના સંક્રમણને અટકાવવા મોંઢા પર માસ્ક પહેરવું જરુરી છે.ભરુચ જિલ્લામાં બહાર પડાયેલા એક જાહેરનામા મુજબ બહાર નીકળતી વખતે મોંઢા પર ફરજિયાતપણે માસ્ક અથવા રૂમાલ બાંધવા જણાવાયુ છે.ભરૂચ જીલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપારડી ગામે કોરોના વાયરસના સંક્રમણથી નગરજનોને બચાવવા પોલીસ દ્વારા લોકડાઉનના નિયમોનું કડકપણે પાલન કરાવવામાં આવી રહ્યુ છે તે અંતર્ગત રાજપારડી પોલીસ દ્વારા ચારરસ્તા ખાતેથી મોંઢા પર માસ્ક અથવા રૂમાલ બાંધ્યા વિના ફરતી ૪૦ જેટલી વ્યક્તિઓ પાસેથી ૫૦૦ રૂપિયા લેખે દંડ ફટકારીને કુલ ૨૦ હજાર રૂપિયા જેટલો દંડ વસુલાયો હતો. રાજપારડીના પીએસઆઇ જે.બી.જાદવે જણાવ્યુ કે હાલ કોરોના વાયરસના સંક્રમણને વધતુ અટકાવવા સરકાર દ્વારા લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. લોકડાઉનન અંતર્ગત લોકોએ બિનજરૂરી બહાર નીકળવાથી બચવું જોઇએ.તેમજ બહાર જવાની જરુર ઉભી થાય તો ફરજિયાતપણે માસ્ક અથવા રુમાલ મોાઢા પર બાંધવો જોઇએ.ઉલ્લેખનીય છે કે કોરોના સંક્રમણને વધતુ અટકાવવા લોકોએ જાતે જ સોશિયલ ડિસ્ટન્સ જાળવીને ભીડવાળી જગ્યાએ જવાનું ટાળવું જોઇએ.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

પાલેજ પંચાયત દ્વારા ત્રણ દિવસથી અનોખી રીતે સમાજ સેવા કરવામાં આવી રહી છે.જાણો કેવી રીતે…

ProudOfGujarat

વોટરલૂ યુનિવર્સિટી કેનેડામાંથી મેનેજમેન્ટ સાયન્સમાં પી.એચ.ડી ની ડીગ્રી મેળવી દાઉદી વોરા સમાજનું ગૌરવ ગોધરાના યુવકે વધાર્યું.

ProudOfGujarat

ભરૂચની વેલફેર હોસ્પિટલમાં લાગેલી આગ દુર્ઘટના બાદ હોસ્પિટલની મુલાકાત લેતા સાંસદ મનસુખ વસાવા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!