Proud of Gujarat
GujaratFeaturedINDIA

રાજપારડી પંથકમાં ઇદેમિલાદ ની ભવ્ય ઉજવણી

Share

પયગંબરે ઇસ્લામ ન‍‍ા જન્મદિન એવા ઇદેમિલાદ ના પર્વની સમગ્ર રાજપારડી પંથકમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી.રાજપારડી નગરમાં ફૈજ નગરથી થી જુલુસ નીકળીને પટેલનગર મસ્જીદે પહોંચ્યુ હતું.ત્યાંથી નીકળીને ગયબનશાહ બાવાની દરગાહે થઇને ગામમાં ફરીને જુમ્મા મસ્જીદે પહોંચીને સંપન્ન થયુ હતુ.આ પ્રસંગે પયગંબર સાહેબના બાલ મુબારક ની જ્યારત કરાવવામાં આવી.રાજપારડી માં મુસ્લિમ અગ્રણી સૈયદ ઇમ્તિયાજ બાપુના માર્ગદર્શન હેઠળ યુવાનોએ પરંપરાગત કોમી એખલાસભર્યા માહોલ વચ્ચે ઇદેમિલાદ ના પર્વ ની હર્ષોલ્લાશ થી ઉજવણી કરી હતી.ઉપરાંત સૈયદ ઇમ્તિયાજ બાપુના માર્ગદર્શન હેઠળ નજરો ન્યાજ નો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો છે.રાજપારડી ઉપરાંત ઉમલ્લા ભાલોદ વણાકપોર તરસાલી વિ.ગામોએ મુસ્લિમ બિરાદરોએ ઇદેમિલાદ ના પર્વને ઉત્સાહ થી મનાવ્યું.પયગમ્બરે ઇસ્લામ ના જન્મદિન ની ખુશીમાં મનાવાતા ઇદેમિલાદ ના પર્વની સમગ્ર પંથકમાં ઉમંગથી ઉજવણી કરવામાં આવી.આ પ્રસંગે મસ્જિદોને ભવ્ય ડેકોરેશનો થી સજાવવામાં આવી હતી.રાજપારડી ઉમલ્લા સહિત અન્ય ગામોએ આ લખાય છે ત્યારે ઇદેમિલાદ ના જશ્નનો માહોલ ચાલી રહ્યો છે.પરંપરાગત કોમી એખલાસ ના માહોલ વચ્ચે ઇદેમિલાદ નું આ પવિત્ર પર્વ ઉમંગથી મનાવાઇ રહ્યુ છે.જગતને શાંતિ અને ભાઇચારાનો સંદેશ આપનાર પયગંબર સાહેબના જન્મદિન ની ઉજવણી અંતર્ગત મસ્જિદો માં મૌલાનાઓએ પયગંબર સાહેબના સાદગી ભર્યા જીવન ને લગતા પ્રવચનો કર્યા હતા.ઉમલ્લા નગર સહિત પંથકના વેલુગામ ઇન્દોર વિ.ગામોએ રહેતા મુસ્લિમ બિરાદરોએ પણ ઇદેમિલાદ ના તહેવારને ઉત્સાહથી મનાવ્યો.ઉમલ્લા નગરમાં પણ પરસ્પર કોમી એકતાના માહોલમાં હિન્દુ ભાઇઓએ મુસ્લિમ બિરાદરોને ઇદની મુબારકબાદ પાઠવી હતી.નર્મદા કાંઠા વિસ્તારના ભાલોદ તરસાલી ગામે પણ આ લખાય છે ત્યારે ઇદની ખુશી નો માહોલ જણાય છે.રાજપારડી માં પીએસઆઇ જાદવ અને ઉમલ્લામાં પીએસઆઇ તડવીના માર્ગદર્શન હેઠળ પોલીસ જવાનોએ ખડે પગે રહીને સુંદર બંદોબસ્ત જાળવ્યો હતો.

ગુલામહુશેન ખત્રી:-રાજપારડી

Advertisement

Share

Related posts

માંગરોલ તાલુકાના કોસાડી ખાતે આવેલ જી.એમ.વસ્તાનવી ઈંગ્લીશ મીડીયમ શાળામાં ફ્રૂટ ડે અને કલર્સ ડે ની ઉજવણી કરાઇ.

ProudOfGujarat

હાંસોટ ખાતે જીઇબી ની વિજિલન્સ ટીમે રેડ કરતાં 16 લાખ 35 હજારની વિજચોરી પકડાઇ

ProudOfGujarat

સુરતનાં વરાછામાં એ.કે રોડ પર અજાણ્યા યુવકની લાશ મળી આવતાં મૃતક યુવકની હત્યાની આશંકા સાથે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!