Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપારડી ગામે ચાર વર્ષનાં બાળક પર કુતરાઓએ હુમલો કરતા ઇજા.

Share

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપારડી ગામે રખડતા કુતરાઓએ આજે એક ચાર વર્ષના બાળક પર હુમલો કરતા બાળકને માથા તેમજ શરીર પર પાંચેક જગ્યાએ ઇજાઓ થવા પામી હતી. પ્રાપ્ત માહિતી મુજબ રાજપારડીના રેલ્વે નવી વસાહતમાં રહેતા આરીફહુશેન ખત્રીનો ચાર વર્ષનો પુત્ર ફૈયાજ આજે ઘર નજીક રમતો હતો ત્યારે ચારથી પાંચ જેટલા કુતરાઓના ટોળાએ તેના પર હુમલો કરતા બાળકને માથા તેમજ શરીર પર પાંચેક જગ્યાએ ગંભીર ઇજાઓ થઇ હતી.આ જોતા દોડી આવેલા લોકોએ બાળકને કુતરાઓથી છોડાવ્યો હતો.બાળક લોહિ લુહાણ થતાં તાત્કાલિક તેને અવિધા સરકારી દવાખાને લઇ જવાયો હતો.ત્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે ભરૂચ સીવીલ હોસ્પિટલ ખાતે લઇ જવાયો હતો. જ્યાં ફૈયાજને માથાના ભાગે પંદર જેટલા ટાંકા લેવામાં આવ્યા હતા.આ ઘટનાથી રાજપારડીમાં રખડતા કુતરાઓનો ત્રાસ હોવાની વિગતો સપાટી પર આવી છે અને આને લઇને નગરજનોમાં ચિંતાની લાગણી જોવા મળી રહી છે.ઉલ્લેખનીય છે કે બે વર્ષ પહેલા આ બાળકની બહેનને પણ આ વિસ્તારમાં કુતરાઓએ હુમલો કરીને ઇજા પહોંચાડી હતી.બાળક પર કુતરાઓએ કરેલા હુમલાથી નગરજનોમાં ફફડાટ ફેલાયો છે.જવાબદાર તંત્ર આ બાબતે યોગ્ય પગલા ભરે તેવી માંગ ઉઠવા પામી છે.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ.

Advertisement

Share

Related posts

બોડીગાર્ડ બન્યો કલાકાર : અંકલેશ્વરના ફૈઝાન સૈયદની અભિનય ક્ષેત્રે ઉડાન…!!

ProudOfGujarat

ભરૂચ નગરપાલિકાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી…

ProudOfGujarat

ભરૂચનાં જીએનએફસી ગ્રાઉન્ડ ખાતે યોગ દીવસની ઉજવણીને અનુલક્ષીને પ્રાંત અધિકારી યુ.એન. જાડેજાએ વિઝીટ કરી તલસ્પર્શી નિરિક્ષણ કર્યું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!