Proud of Gujarat
FeaturedGujaratINDIAUncategorized

ખેડૂતોની સિંચાઇ માટેના પાણીની માંગને લીધે નર્મદા ડેમના IBPT માંથી 10227 ક્યુસેક પાણી છોડાય છે.

Share

(વિશાલ મિસ્ત્રી રાજપીપળા:)
નર્મદા ડેમમાં પાણી સપાટી ઘટતા પાછળના મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના ગામોમાં 5 કિમિ ચાલતા જવું પડે એવી સ્થિતિ,જો આ વર્ષે વરસાદ નહિ આવે તો જળસંકટ વધવાના એંધાણ.
નર્મદા ડેમની જળસપાટી ઘટતા બન્ને પાવર હાઉસ બંધ,સરકારને વીજ ક્ષેત્રે લાખોનું નુકશાન.
ગુજરાત હાલ જળસંકટનો સામનો કરી રહ્યું છે.નર્મદા ડેમનું પાણી પણ આ સંકટમાંથી ઉગારી શકે તેમ નથી એ જ કારણોસર સરકારની ચોતરફથી ભારે ટીકા થઈ રહી છે.સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી જો 138.50 મીટર હોઈ તો સરોવર 214 કિલોમીટર લાંબુ બની જાય છે.પરંતુ ઉનાળામાં નર્મદા ડેમની જળ સપાટી 108.45 મીટર નજીક આવી જતા સરોવરની લંબાઈ 90 કિલોમીટર જેટલી થઈ હોવાનું જાણકારો માને છે.તેની વચ્ચે ડેડ સ્ટોકનું પાણી વાપરવાની મંજૂરી બાદ IBPT ટર્નલમાંથી 6 દિવસમાં હજારો ક્યુસેક પાણી કેનાલ દ્વારા ગુજરાતને આપવામાં આવતા ડેમની પાણીની સપાટીમાં દર કલાકે 1 સેમીનો ઘટાડો નોધાઈ રહ્યો છે.હાલ ડેમની પાણીની સપાટી 108.45 મીટર થઇ છે જેને કારણે કેનાલ હેડ પાવરહાઉસ બંધ કરી દેવામાં આવતા સરકારને હાલ કરોડો રૂપિયાનું નુકશાન થવા પામ્યું છે.અને ડેમની સપાટી ઘટતા ચિંતાનો વિષય બન્યો છે.મહારાષ્ટ અને મધ્યપ્રદેશમાંથી પાણીની આવક તો બિલકુલ બંધ થઈ ગઈ છે.પરંતુ ડેમના પાછળના 20 કિલોમીટર સુધીમાં આવતા મણિબેલી,ચીમલખેડી,પનવેલ,જેવા અનેક મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના ગામોમાં ઓકટોબર 17માં ડેમમાં પાણીનું લેવલ 131.05 મીટર થતા સરકારે ગામોને ખાલી કરાવવા પડ્યા હતા.તો હાલમાં ડેમમાં પાણી ઘટતા આ જ ગામોમાં આજે પાંચ પાંચ કિલોમીટર સુધી ચાલી જવું પડે તેવી સ્થિતિ સર્જાય છે.ઉનાળો પણ આકારો બનવાની સાથે ખેડૂતોની સિંચાઈ માટે પાણીની માંગ વધુ તેજ બનતા IBPT ટર્નલમાંથી 8000 થી 9000 ક્યુસેક પાણી છોડાતું હતું.જેને વધારીને 10227 ક્યુસેક કરવામાં આવ્યું છે.જો આ ડેડ સ્ટોક વાપરી નાખવામાં આવે અને આગામી ચોમાસુ જો સારૂ ન જાય તો જળસંકટ ઘેરૂ બની શકે છે.
સરદાર સરોવર નર્મદા યોજના ગુજરાત રાજ્યની જીવાદોરી છે.ત્યારે ગયા વર્ષે સરદાર સરોવર નર્મદા ડેમ નું લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું હતું ત્યારે તે  સીઝનમાં ગુજરાતને પાણી ઓછું મળતા નર્મદા ડેમની જળસપાટી તળિયે આવવા લાગી છે.જેના કારણે સરકારે આ વખતે નર્મદાનું પાણી ખેડૂતોને ઉનાળામાં નહીં મળે તેમ કહી દીધું છે.સરદાર સરોવરના પાછલા ભાગમાં આવેલ મધ્યપ્રદેશ અને મહારાષ્ટના ગામોની સ્થિતિ વિશે જોઈએ તો છેલ્લા 18 વર્ષથી નર્મદા ડેમની વચ્ચો વચ્ચ અને મહારાષ્ટમાં આવેલ મણિબેલી ગામના એક સાધુએ જણાવ્યું હતું કે ડેમની આવી પરિસ્થિતિ 18 વર્ષમાં પ્રથમવાર જોઈ છે.જો આ વર્ષે વરસાદ નહીં આવે તો પરિસ્થિતિ વિકટ બનશે.
સરદાર સરોવરની મધ્યમાં પાણી છે પરંતુ આ પાણી ઘણું જ ઓછું છે.જે પાણીને ગુજરાત સરકાર હાલમાં સ્ટોરેજ કરી રાખવાં માંગે છે.ત્યારે હાલ તો ગુજરાતને પીવાનું પાણી આપવામાં સરકાર સક્ષમ છે પરંતુ જો ચોમાસુ નબળુ રહે તો ચોક્કસ ગુજરાતને પાણી માટે ફાંફા પડી શકે તેમ છે. ત્યારે આ ડેમ ગુજરાતની જનતાને કેટલો ઉપયોગી બને છે આગામી ઉનાળામાં જ ખ્યાલ આવશે.

Share

Related posts

નેત્રંગના રસ્તાઓ પર ઠેર-ઠેર ખાડાઓ અને કાદવ કિચડથી રહીશો પરેશાન.

ProudOfGujarat

પાલેજ ગામે એકટીવા પર વિદેશી દારૂ લઈ જતો ૧ ઈસમ ઝડપાયો, ૧ મહીલા વોન્ટેડ

ProudOfGujarat

અંકલેશ્વર : ચોરીના ગુનામાં નાસતા ફરતા એક આરોપીને પોલીસે ઝડપી પાડયો.

ProudOfGujarat
error: Content is protected !!