Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપલા : નર્મદા પોલીસ અધિક્ષક હિમકર સિંહે હેડ કોન્સ્ટેબલનું કોરોનામાં મોત થતાં સદગતના પરિવારને રૂ.25 લાખનો ચેક અર્પણ કર્યો.

Share

નર્મદા જીલ્લાના ડેડીયાપાડા પોલીસ મથકે ફરજ બજાવતા આમ હે.કો.સ્વ. મોહનભાઇ રામજીભાઇ વસાવાનું કોરોના સંક્રમણના કારણે સારવાર દરમ્યાન તા.૧૯/૦૪/૨૦૨૧ નારોજ દુઃખદ અવસાન થયું હતું..રાજ્યમાં નોવેલ કોરોના વાઇરસ કોવિડ-19 ના સંક્રમણને કારણે ઉત્પન્ન થયેલ સંજોગોમાં આવશ્યક સેવાઓના ભાગરૂપે બજાવેલ ફરજો દરમ્યાન સંક્રમિત થયેલ કર્મચારી કે અધિકારીના દુઃખદ અવસાનના કિસ્સામાં તેઓના આશ્રિત કુટુંબને અંકે રૂપીયા પચ્ચીસ લાખની સહાય મુખ્ય મંત્રીના રાહત ફંડમાંથી યુકવવાની સરકારની જોગવાઇછે.

તે મુજબ આર્મ હે.કો.સ્વ.મોહનભાઇ રામજીભાઇ વસાવાને સરકારના ગૃહ વિભાગ તરફથી રૂપીયા પચ્ચીસલાખની સહાયમંજુર કરવામા આવી હતી.જે સહાયનો ચેક પોલીસ અધિક્ષક નર્મદા હિમકર સિંહે આર્મ હે.કો.સ્વ.. મોહનભાઇ રામજીભાઇ વસાવાના વારસદાર તરીકે તેમના પુત્ર વિવેકભાઈ મોહનભાઈ વસાવાને તેમના બે પુત્રીઓની હાજરીમાં સન્માનભેર ચેક અર્પણ કરાયો હતો અને તેમના કુટુંબીજનો પ્રત્યે પોલીસ વડા હિમકર સિંહે ઘેરા દુઃખની સંવેદના પ્રગટ કરી હતી.

Advertisement

જ્યોતિ જગતાપ, રાજપીપલા


Share

Related posts

ચોમાસા ના પેહલા જ વરસાદ માં જ આમલખાડી ઓવરફ્લો થતા પ્રિમોન્સૂન કામગીરી નહિ કરવા સામે સવાલો ઉભા થયા*

ProudOfGujarat

પંચમહાલમાં કોવિડ હોસ્પિટલ્સ, કોવિડ કેર સેન્ટર પર ડોક્ટર્સ-પેરામેડિકલ સ્ટાફના હસ્તે વૃક્ષારોપણ કરાયું.

ProudOfGujarat

ગોધરા તાલુકાના સારંગપુર ગામે લગ્નના વરઘોડામાં પાંચ શખ્સોએ મારામારી કરી ઘીંગાણું મચાવી કારની તોડફોડ કરતા પોલીસ ફરિયાદ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!