Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપલા: નર્મદામા માધ્યમિક અને ઉ.મા. શાળાઓના શિક્ષકોએ કર્મચારીઓના અગત્યના પડતર પ્રશ્નો ન ઉકેલાતા જિલ્લા શિક્ષણાધિકારી નર્મદાને આવેદનપત્ર અપાયું

Share

ગુજરાતની અનુદાનિત મા. અને ઉ.મા. શાળાઓના શિક્ષક કર્મચારીઓના અગત્યના પડતર પ્રશ્નો લાંબા સમયથી ન ઉકેલાતા આજ રોજનર્મદા માધ્યમિક અને ઉ. મા. શિક્ષક સંઘ દ્વારા રાજપીપલા ખાતે જિલ્લા શિક્ષણાધિકારી નર્મદાને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. અને પ્રશ્નો નહી ઉકેલાય તો નર્મદા માધ્યમિક અને ઉ. મા. શિક્ષક સંઘ દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકીઆપી તબક્કાવાર આંદોલનના કાર્યક્રમોની જાહેરાત કરવામાં આવી હતી.

જેમાંઅનુદાનિત મા. અને ઉ.મા. શાળાઓના શિક્ષક કર્મચારીઓની (૧) પાંચ વર્ષની ફિકસ પગારની નોકરી તમામ હેતુઓ માટે સળંગ ગણવા બાબતે તથા (૨) સાતમાં પગાર પંચનું એરિયર્સ પાંચ હપ્તામાં ચુકવવા સંદર્ભ–૨ થી જાહેરાત કરેલ આમ છતાં અમોને છેલ્લાં ત્રણ વર્ષના હપ્તા રોકડમાં ચુકવાયેલા નથી. જે તાત્કાલીક ચૂકવવા (૩) બિનશરતી ફાજલના કાયમી રક્ષણના પરીપત્રમાં રહેલી વિસગતતાઓ અને વાંધાજનક મુદ્દાઓ દૂર કરવા બાબત. (૪) સી.પી.એફ. અને વર્ધિત પેન્શન યોજના નાબુદ કરી જી.પી.એફ. અને જૂની પેન્શન યોજનાનો અમલ કરવા બાબત જેવા અગત્યના પડતર પ્રશ્નોનો વારંવારની લેખિત અને મૌખિક તથા રૂબરૂ રજૂઆતો કરવા છતાં ઉકેલઆવેલ નહી તેથી માર્ચ-૨૦૧૯ માં લેવાનાર એસ.એસ.સી. અને એચ.એસ.સી. પરીક્ષાની તમામ કામગીરીનો બહિષ્કાર કરેલ જે બાબતેમુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રી અને નાણાં મંત્રીનીતિનભાઈ પટેલ તેમજ માન. શિક્ષણમંત્ર ભૂપેન્દ્રસિંહજી ચુડાસમા સાથે અધિકારીઓની હાજરીમાં પ્રશ્નો સ્વીકારી સમાધાન થયેલ. જે
સમાધાન જાહેરાતનો અમલ નહી થતાં સ અનેકવાર લેખિત આવેદનપત્રો આપી તથા રૂબરૂ અને મૌખિક વારંવાર રજૂઆતો કરવા છતાં આજદિન સુધી ઉકેલ આવેલ નથી. જેના કારણે સરકાર સામે અમારા શિક્ષક કર્મચારીઓમાં ઉગ્ર રોષની લાગણી અને નારાજગી જોવા મળે છે. તેથી ના છૂટકે અમારે ગુજરાત રાજ્ય શૈક્ષણિક સંઘ સંકલન સમિતિના ઘટક મહામંડળો સાથે રહી ગાંધી ચિંધ્યા માર્ગે તબક્કાવાર આંદોલન કરવાની ફરજ પડી છે.

Advertisement

વારંવાર રજૂઆતો કરવા છતાં આજદિન સુધી ઉકેલ આવેલ નથી. જેના કારણે સરકાર સામે અમારા શિક્ષક કર્મચારીઓમાં ઉગ્ર રોષની લાગણી અને નારાજગી જોવા મળે છે. તેથી ના છૂટકે અમારે ગુજરાત રાજ્ય શૈક્ષણિક સંઘ સંકલન સમિતિના ઘટક મહામંડળો સાથે રહી ગાંધી ચિંધ્યા માર્ગે તબક્કાવાર આંદોલન કરવાની ફરજ પડી હોવાનું જણાવતા આંદોલનના વિવિધ કાર્યક્રમો ની જાહેરાત કરી હતી જે જાહેર થયેલ આંદોલનનો કાર્યક્રમો મા પ્રથમ તબક્કામાં જિલ્લા, તાલુકા, શહેર ઘટક સંયુકત સંઘોના હોદ્દેદારો, કારોબારી સભ્યો તથા શિક્ષક કર્મચારીઓ તા.૨૦/૦૭/૨૦૧૧ ને મંગળવારના રોજ શાળા સમય પછી કોવિડ–૧૯ ની ગાઈડ લાઈનના ચુસ્ત અમલ સાથે મંત્રી,સંસદ સભ્ય,, ધારાસભ્ય,કલેકટર તથાજિલ્લા શિક્ષણાધિકારીશને પડતર પ્રશ્નોનું
આવેદનપત્ર આપી રજૂઆત કરશે.

આમ છતાં પ્રશ્નોનો ઉકેલ નહી આવે તો,બીજા તબક્કામાં જિલ્લા/શહેર મથકે વહીવટી તંત્રની મંજુરી મેળવી કોવિડ–૧૯ ના ગાઈડ લાઈનના અમલ સાથે અને શાળા સમય પછી જિલ્લા મથકે જિલ્લા, તાલુકા, શહેર ઘટક સંયુકત સંઘોના હોદ્દેદારો, પૂર્વ બોડી સદસ્યો, બોર્ડની ચુંટણીના ઉમેદવાર, કારોબારી સભ્યો તથા શિક્ષક કર્મચારીઓ પક્તર પ્રશ્નોના સ્લોગન અને બેનર સાથે મૌન ધરણાં કરશે. આમ છતાં પ્રશ્નોનો ઉકેલ નહી આવે તો,ત્રીજા તબક્કામાં ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે વહીવટી તંત્રીની મંજુરી
મેળવી કોવિડ–૧૯ ની ગાઈડ લાઈનના ચુસ્ત અમલ સાથે ઘટક મહામંડળોના હોદેદારો, પૂર્વ બોર્ડ સદસ્યો, બોર્ડની ચુંટણીના ઉમેદવાર, મહામંડળના કારોબારી સભ્યો તથા જિલ્લા/શહેર ઘટક સંઘના પ્રમુખ મહામંત્રી પડતર પ્રશ્નોના સ્લોગન અને બેનર સાથે એક દિવસના પ્રતિક ઉપવાસ કરશે.તેવી જાહેરાત કરી હતી
જ્યોતિ જગતાપ, રાજપીપલા


Share

Related posts

રાજપીપળા ખાતે નાંદોદ તાલુકાનાં HIV પીડિતોને અનાજ કીટનું વિતરણ કરાયું.

ProudOfGujarat

ભાલોદ ગામે મહિલાઓ માટેનો તાલીમલક્ષી કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

સિવિલ હોસ્પિટલ ખાતે પણ વીજના ધાંધિયા દર્દીઓ હેરાન પરેશાન ….

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!