Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપળા : નર્મદા સુગર ફેકટરી ધારીખેડા ખાતે જળ સંચય તેમજ વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો.

Share

ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી અને પ્રદીપસિંહ વાઘેલાનું નર્મદામા આગમન થતાં નર્મદા સુગર ચેરમેન અને જિલ્લા ભાજપા પ્રમુખ ઘનશ્યામ પટેલ સહીત ભાજપી આગેવાનોએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું.

આ પ્રસંગે આજે નર્મદા સુગર ફેકટરી ધારીખેડા ખાતે જળ સંચય તેમજ વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં નર્મદા સુગર ચેરમેન અને જિલ્લા ભાજપા પ્રમુખ ઘનશ્યામ પટેલ, જિલ્લા ઉપપ્રમુખ નીલ રાવ, પૂર્વ ધારાસભ્ય શબ્દ શરણ તડવી સહીત ઉપાધ્યક્ષ જનકભાઈ, નર્મદા જિલ્લા સંગઠન પ્રભારી સતિષભાઈ પટેલ, નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલ, જિલ્લાના મહામંત્રીઓ, મોર્ચાના પ્રમુખ સહિત કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. આ પ્રસંગે પ્રદીપસિંહ વાઘેલાએ વૃક્ષારોપણ પણ કર્યું હતું તેમજ જળ સંચયના કાર્યક્રમમા જોડાઈ પાણીનું મહત્વ સમજાવી પાણીનું જતન કરવા પર ભાર મૂકી આગામી કાર્યક્રમો અને સરકારની યોજનાઓને લોકો સુધી પહોંચાડવા અનુરોધ કર્યો હતો. ત્યારબાદ બપોર પછી ડેડીયાપાડા ખાતે મુલાકાત લીધી હતી. જાનકી આશ્રમ ખાતે કાર્યક્રમમા પણ કાર્યકરો આગેવાનો જોડાયા હતા.

જ્યોતિ જગતાપ, રાજપીપલા

Advertisement

Share

Related posts

ભરૂચ પંડિત ઓમકારનાથ ઠાકોર હૉલ ખાતે કોંગ્રેસનો જન જાગરણ અભિયાન કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

ભરૂચ ના કસક વિસ્તારમાં આવેલા અપ્સરા એપાર્ટમેન્ટની ગેલેરી ધરાસઈ, એક ને ઇજા વાહનોને નુકશાન

ProudOfGujarat

સ્ટેચ્યુ ઓફ યુનિટી પર ડુબલીકેટ ટિકિટ સ્ટેચ્યુ ઓફ યુનિટી ના કર્મચારીએ પકડી હતી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!