Proud of Gujarat
INDIAFeaturedGujarat

અંકલેશ્વરના પૌરાણિક જળકુંડ ખાતે દેવપોઢી અગિયારસના રોજ પરંપરા મુજબ મેળો ભરાયો.

Share

છેલ્લા બે વર્ષથી ભારતભરમાં દરેક વસ્તુ પર રોક લાગવામાં આવી હતી, કોરોનાની બીજી લહેરને પગલે લોકોએ પોતાના પ્રિયજનો ગુમાવ્યા હતા, હવે કોરોનાના કેસમાં ઘટાડો થઈ રહ્યો છે તેની સામે રાજ્ય સરકાર દ્વારા હવે બધુ અનલોક થઈ રહ્યું છે ત્યારે લોકો મર્યાદા સાથે આજરોજ અંકલેશ્વરના પૌરાણિક જળકુંડ ખાતે દેવપોઢી અગિયારસે આદિકાળથી ચાલી આવતી પરંપરા મુજબ મંગળવારે મેળો ભરાયો હતો.

આદિકાળથી ચાલી આવતી પરંપરા મુજબ ગત વર્ષે મેળો ભરાયો ન હતો જેથી આ વર્ષે સરકારની ગાઈડલાઇન મુજબ પરવાનગી આપવામાં આવી હતી, પરંતુ હજુ લોકોના મનમાંથી કોરોનનો ભય ગયો નથી, લોકો ભીડભાડ વાળી જગ્યા પર જવાનું ટાળી રહ્યા છે.

કોરોના મહામારીને લઈ મંદિરે દર્શનાર્થીઓ અને મેળો મહાલવા ખૂબ જ ઓછા લોકો ઉમટ્યા હતા. દિવસભર છુટા છવાયા ભક્તોએ આવી પૂજન દર્શન સાથે મેળા માણ્યો હતો. જેથી સાદગી પૂર્વક સોશિયલ ડિસ્ટન્સ રાખીને મેળાનો શુભારંભ કરવામાં આવ્યો હતો.

મુકેશ વસાવા : અંકલેશ્વર

Advertisement

Share

Related posts

અંકલેશ્વર તાલુકા ના ઉંમરવાળા ગામ ખાતે માટી કૌભાંડ અંગે ગ્રામજનોએ હોબાળો મચાવ્યો …..

ProudOfGujarat

એક દિન કા સીએમ – છ ઈન્ટરવ્યૂ રાઉન્ડ પાર કર્યા બાદ અમદાવાદના આ વિદ્યાર્થીને સીએમ બનવાનો મળ્યો મોકો.

ProudOfGujarat

માંગરોળ : સરકારી વિજ્ઞાન કોલેજ વાંકલનાં પ્રાણીશાસ્ત્ર વિભાગ અને વાંકલ રેન્જ સુરત વનવિભાગ દ્વારા સંયુક્ત રીતે પક્ષી સપ્તાહની ઊજવણી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!