Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપલા : સદગુરૂશ્રી જીવણજી મહારાજ મેમોરિયલ ફાઉન્ડેશન અને ઉદાભક્ત યુથ ફોરમ દ્વારા સૈનિક કલ્યાણ નિધિ માટે જિલ્લા કલેક્ટર આઇ.કે.પટેલને રૂા. ૪,૯૦,૮૧૩ નો ચેક અર્પણ

Share

રાજપીપલા,આરીફ જી કુરેશી

રાજપીપલા,સદગુરૂશ્રી જીવણજી મહારાજ મેમોરીયલ ફાઉન્ડેશન-પુનિયાદ અને ઉદાભક્ત યુથ ફોરમ દ્વારા તાજેતરમાં રાજપીપલા કલેક્ટરાલય ખાતે જિલ્લા કલેક્ટર આઇ.કે.પટેલને સદરહું ફાઉન્ડેશનના ટ્રસ્ટ્રી ઓ તેમજ કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં સૈનિક કલ્યાણનિધિ માટે રૂા. ૪,૯૦,૮૧૩ નો ચેક અર્પણ કરાયો હતો. સૈનિક કલ્યાણનિધિ માટે ઉક્ત ચેક પ્રાપ્ત થવા બદલ જિલ્લા પ્રસાશન વતી “ટીમ નર્મદા”ના રાહબર જિલ્લા કલેક્ટર આઇ.કે.પટેલે સદગુરૂશ્રી જીવણજી મહારાજ મેમોરીયલ ફાઉન્ડેશન અને ઉદાભક્ત સમાજના ઋણ સ્વીકાર સાથે આભારની લાગણી વ્યક્ત કરી હતી.
અત્રે એ ઉલ્લેખનીય છે કે, દેશમાં પુલવામાના આતંકી હુમલા વખતે શહીદ થયેલા સૈનિકોના પરિવાર માટે કર્તવ્ય સેવા ફંડમાં સહયોગ માટે કરાયેલી અપીલના પ્રતિસાદરૂપે દેશ-વિદેશમાં રહેતા ઉદાભક્ત સમાજના ભક્તોએ ટૂંક સમયમાં જ કુલ રૂા. ૪,૯૦,૮૧૩ ની રકમ કર્તવ્ય સેવાના ભાગરૂપે એકત્રિત કરાઇ હતી.

Advertisement

Share

Related posts

લીંબડી સિવિલ હોસ્પીટલમાં ડોકટર બ્રિજેશ પરમારની દર્દીઓ સાથે ગેરવર્તણુંક વ્યવહાર

ProudOfGujarat

ઝઘડિયા તાલુકામાં બે અલગ-અલગ અકસ્માતોમાં એકનું મોત, બીજામાં ચાલકનો આબાદ બચાવ

ProudOfGujarat

અનિલ સિંહે તેની આગામી ફિલ્મ “મિડ ડે મીલ” નું ઓફિશિયલ પોસ્ટર પ્રેઝન્ટ કર્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!