Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડિયા તાલુકામાં બે અલગ-અલગ અકસ્માતોમાં એકનું મોત, બીજામાં ચાલકનો આબાદ બચાવ

Share

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાંથી પસાર થતાં ધોરીમાર્ગ પર છાસવારે થતાં જીવલેણ અકસ્માતોને લઇને તાલુકાની જનતા ચિંતિત બની છે. અકસ્માતની બે અલગ-અલગ ઘટનાઓમાં એક મોટરસાયકલ ચાલકનું મોત નીપજ્યું હતું, જ્યારે બીજામાં કોઇ જાનહાની થઇ નહતી.

ભાલોદ નજીકના રૂંઢ ગામના ૩૩ વર્ષીય નિલેશભાઇ ગણપતભાઇ મકવાણા ગતરોજ તા.૧૩ મીએ સવારના દસેક વાગ્યાના અરસામાં ઝઘડિયાથી પોતાનું કામ પતાવીને ઘરે પરત જવા રાજપારડી તરફ મોટરસાયકલ લઇને જઇ રહ્યા હતા ત્યારે ખડોલી ગામ નજીક રાજપારડી તરફથી આવી રહેલ એક હાઇવા ટ્રકે તેમની મોટરસાયકલને ટક્કર મારતા નિલેશભાઇ મોટરસાયકલ સાથે રોડ ઉપર પડી ગયા હતા. આ ઘટનામાં નિલેશભાઇ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. તેમની પાછળ આવી રહેલ તેમની સાથે નોકરી કરતા ભાલોદના મિતેશભાઇ પટેલે આ હાઇવા ચાલકને તેનું નામ પુછતા તેનું નામ સુનિલ સવજીભાઇ વસાવા રહે.રાજપારડી હોવાનું જણાવ્યું હતું. રાજપારડી પોલીસને અકસ્માતની જાણ થતાં ઘટના સ્થળે આવીને ઇજાગ્રસ્ત નિલેશભાઇને અવિધા સરકારી દવાખાને લઇ ગયા હતા, જ્યાં બપોરના બે વાગ્યાના સમયે ફરજ પરના તબીબે ઇજાગ્રસ્ત નિલેશભાઇને મરણ પામેલ જાહેર કર્યા હતા. અકસ્માત સંદર્ભે મિતેશભાઇ મહેશભાઇ પટેલ રહે.ગામ ભાલોદ તા.ઝઘડિયાનાએ રાજપારડી પોલીસમાં હાઇવા ટ્રકના ચાલક વિરૂધ્ધ ફરિયાદ લખાવી હતી.

Advertisement

જ્યારે રાજપારડીથી આગળ સારસા ગામે ઉમધરા ફાટક નજીક આજે એક ફોરવ્હિલ ગાડી પલટી મારી જવાની ઘટનામાં અકસ્માત સ્થળે ચર્ચાતી વાતો મુજબ જાણવા મળ્યું હતું કે આ ફોરવ્હિલ ગાડી ઉમલ્લા તરફથી આવી રહી હતી ત્યારે સામે રાજપારડી તરફથી રોંગ સાઇડે આવી રહેલ એક મોટરસાયકલ ચાલકને બચાવવા જતા આ ફોરવ્હિલ ગાડી ડિવાઇડર કુદીને ઘસડાઇને બીજી તરફના રોડ પર પલટી મારી ગઇ હતી. સદભાગ્યે આ ઘટનામાં કોઇ જાનહાની થઇ નથી. આ ફોરવ્હિલ ગાડી સંજાલી ગામની હોવાનું જાણવા મળ્યું હતું. દરમિયાન તાલુકા પંચાયત સદસ્ય રતિલાલ રોહિતે આ સ્થળે સ્પિડ બ્રેકરો બનાવવા માંગ કરી હતી. રાજપારડી ઉમલ્લા વચ્ચે રોંગ સાઇડે દોડતા વાહનોની સમસ્યા લાંબા સમયથી પ્રવર્તે છે, જોકે કેટલાક વાહનચાલકો રોંગ સાઇડે જવાનું કારણ માર્ગની બિસ્મારતા બતાવે છે, પરંતું રોંગ સાઇડે દોડતા વાહનો અકસ્માતનું કારણ બનતા હોવાની વાતો સામે આવી રહી છે ત્યારે તંત્ર રોંગ સાઇડે જતા વાહનોને અટકાવવા આગળ આવે તે પણ જરુરી છે.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ


Share

Related posts

માંગરોળ : વાંકલ ગામે તવક્કલ બેકરીની દુકાનમાં શોર્ટ સર્કિટથી આગ લાગી.

ProudOfGujarat

મહારાજા વિજયસિંહજી મહારાજ ના સ્ટેચ્યુ ક્લાઘોડા સર્કલ ની દીવાલ સાથે ટ્રક ભટકાતા મોટું નુકસાન

ProudOfGujarat

રાજપીપલા ખાતે “નોંધારાના આધાર ” પ્રોજેક્ટનું કલેકટર નર્મદા દ્વારા સફળ પ્રેઝન્ટેશન.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!