Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપલા : સમાજ સેવાકીય પ્રવૃત્તિ કરનાર 15 જેટલી વ્યક્તિ તથા સંસ્થાને “રેવાના મોતી- એવોર્ડ” 2021 થી સન્માનિત કરાયા.

Share

છેલ્લા બે વર્ષથી જનકલ્યાણ સેવા ટ્રસ્ટ, રાજપીપલા આયોજિત”રેવાના મોતી” એવોર્ડ-2021 સમારંભ આ વર્ષે (સેવા સ્મૃતિ સન્માન ) તરીકે આંબેડકર ભવન ખાતે યોજવામાં આવ્યો હતો. જેમાં નાંદોદના ધારાસભ્ય પીડી વસાવા, પ્રાંત અધિકારી કે ડી ભગત, નર્મદા જિલ્લા ભાજપના ઉપપ્રમુખ અનિરુદ્ધસિંહ ગોહિલ, પૂર્વ ગુજરાત ભાજપ પ્રદેશમંત્રી દિનેશભાઇ તડવી, નર્મદા નિવૃત કર્મચારી મન્ડળના પ્રમુખ છગનભાઇ વણકરની ઉપસ્થિતિમાં દ્વિતીય” રેવાના મોતી” એવોર્ડ-2021 સમારંભ યોજવામાં આવ્યો હતો. જેમાં દીપ પ્રાગટ્ય બાદ જન કલ્યાણ સેવા ટ્રસ્ટ, રાજપીપલાના પ્રમુખ જ્યોતિબેન જગતાપ અને ટ્રસ્ટી રૂજુતા જગતાપે મહેમાનોનુ પુષ્પ ગુચ્છથી સ્વાગત કર્યું હતું. તેમજ મંત્રી દીપકભાઈ જગતાપે સંસ્થાની રૂપરેખા આપી સંસ્થાનો પરિચય આપ્યો હતો.

આ પ્રસંગે નર્મદા જિલ્લામાં નિઃસ્વાર્થભાવે માનવતાવાદી અભિગમ અપનાવી સમાજની સેવાકીય પ્રવૃત્તિ કરનાર 15 જેટલી વ્યક્તિ તથા સંસ્થાને “રેવાના મોતી- એવોર્ડ 2021 થી એવોર્ડ ટ્રોફી, પ્રમાણપત્ર, પુષ્પ ગુચ્છઆપી, શાલ ઓઢાડી સન્માનિત કરાયા હતા.

આ પ્રસંગે ધારાસભ્ય પી ડી વસાવાએ નર્મદામા નિસ્વાર્થ ભાવે સાચી સમાજ સેવા કરનાર સેવાભાવી વ્યક્તિ અને સંસ્થાને શોધીને તેમને બે વર્ષથી રેવાનાં મોતી એવોર્ડથી સન્માનિત કરવાના સેવાયજ્ઞ બદલ જનકલ્યાણ સેવા ટ્રસ્ટને અભિનંદન પાઠવી જણાવ્યું હતું કે આવા મોતીને બિરદાવવાથી સમાજના અન્ય લોકોને સમાજ ઉપયોગી સેવા કરવાની પ્રેરણા મળે છે. તેમણે એવોર્ડ પ્રાપ્ત કરનાર વિજેતાઓને અભિનંદન પાઠવ્યા હતા. આ પ્રસંગે નર્મદા જિલ્લા ભાજપના ઉપપ્રમુખ અનિરુદ્ધસિંહ ગોહિલ, પૂર્વ ગુજરાત ભાજપ પ્રદેશમંત્રી દિનેશભાઇ તડવી, નર્મદા નિવૃત કર્મચારી મંડળના પ્રમુખ છગનભાઇ વણકરે પણ પ્રાસંગિક પ્રવચનમા જનકલ્યાણ સેવા ટ્રસ્ટની સેવાકીય પ્રવૃત્તિને બિરદાવી જણાવ્યું હતું કે સમાજની સાચી સેવા એ જ મોટો માનવ ધર્મ છે. મુશ્કેલીમાં મુકાયેલા સમાજ માટે માનવતા, મદદનો હાથ લાંબાવવાની જરૂર આજે ખાસ જરૂર છે.

નર્મદા જિલ્લામાથી ખૂણે ખૂણેથી સમાજ ઉપયોગી પ્રવૃત્તિ કરનાર સેવા ભાવિ લોકોને શોધીને તેમને રેવાનાં મોતી એવોર્ડથી બિરદાવવા બદલ સૌને અભિનંદન પાઠવ્યા હતા અને અન્યોને પણ સાચી સમાજ સેવા કરતા રહેવા અનુરોધ કર્યો હતો. જેમાં માત્ર એક રૂપિયામા કેન્સરની સેવા માટે બે રાજ્ય કક્ષાના વિજેતા શ્રેષ્ઠ શિક્ષકો, તથા રાજ્યના શ્રેષ્ઠ આચાર્ય તેમજ સ્મશાન ગૃહમાં અગ્નિસંસ્કારની સેવા પ્રવૃત્તિ ઉપરાંત, નિર્ભયા સ્કવોર્ડની મહિલા લક્ષી સેવા, ટાઇગર ગ્રુપ નર્મદાની માનવતાવાદી સેવક, સરપંચદ્વારા ગ્રામ્ય વિસ્તારની સેવા ઉપરાંત એચઆઈવી પીડિતો અને સમલીગીકો માટેની સેવા ઉપરાંત વનક્ષેત્રની કામગીરી, તથા ટ્રાફિક ક્ષેત્રની સેવા, જેલમાં કેદીઓને માટે માનવતાવાદી અભિગમ બદલની સેવાને બિરદાવી સહિત 15 જણાને રેવાના મોતી” એવોર્ડ-2021 થી સન્માનિત કરાયા હતા.

Advertisement

જ્યોતિ જગતાપ, રાજપીપલા


Share

Related posts

અંકલેશ્વર : મારામારીનાં ગુનામાં નાસતા ફરતા બે આરોપીને ઝડપી પાડતી પેરોલ ફર્લો સ્કોડ.

ProudOfGujarat

કેવડીયામાં અમદાવાદની મે. પ્રવેગ કોમ્યુનીકેશન્સ લિ. દ્વારા ટેન્ટસીટી-૨ માં ગેરકાયદેસર બાંધકામ અંગે અપાયેલી નોટીસ મામલતદાર તરફથી અસ્વીકાર્ય.

ProudOfGujarat

સુરતમાં હીરાના કારખાનામાંથી હીરા લઈ ફરાર મેનેજરની ધરપકડ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!