Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપલાની સિવિલ હોસ્પિટલ ખાતે લેબ-ઓપરેશન થિયેટરનાં સાધનની ઉપલબ્ધિ કરાઇ.

Share

નર્મદા જીલ્લા કલેકટર ડી.એ. શાહના માર્ગદર્શન અને રાહબરી હેઠળ જિલ્લા વહીવટીતંત્ર-આરોગ્યતંત્ર દ્વારા કોરોના સંક્રમણ સામે અનેકવિધ આરોગ્ય સુવિધાઓ ઉપલબ્ધ કરીને પ્રજાજનોની જનસુખાકારીમાં વૃદ્ધિ થાય તે માટેના સતત પ્રયાસો થઈ રહ્યાં છે, જેના ભાગરૂપે રાજપીપલાની જનરલ (સિવિલ) હોસ્પિટલમાં કુલ રૂા.૨૬.૫૫ લાખથી પણ વધુના ખર્ચે લેબોરેટરી અને ઓપરેશન થિયેટરમાં આરોગ્ય સવલતોના અદ્યતન ઉપકરણોના લોકાર્પણ સાથે પ્રજાજનો માટે શ્રેષ્ઠત્તમ આરોગ્ય સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે.

રાજપીપલાના જનરલ હોસ્પિટલના CDMO અને સિવિલ સર્જન ડૉ.જ્યોતિબેન ગુપ્તા તરફથી એક અખબારી યાદીમાં જણાવ્યા મુજબ નર્મદા જિલ્લા આયોજન મંડળના અનુદાનમાંથી રૂ.૪,૯૮,૩૮૦/- ના ખર્ચે લેબોરેટરીમાં બ્લડ ટેસ્ટ માટે સેમી ઓટોમેટેડ એલીસા વોશર ફીડર તેમજ રૂ.૮,૫૦,૧૬૪ ના ખર્ચે બ્લડ બેન્ક માટે ૨ નંગ રેફ્રીજરેટર સહિત કુલ રૂા.૧૩,૫૫,૫૪૪/- ના ખર્ચે સુવિધા ઉપલબ્ધ કરાઇ છે. તદઉપરાંત રૂા.૫.૫૦ લાખના ખર્ચે ઓપરેશન થિયેટરમાં મલ્ટીપારા મોનિટર તથા પેરી હેરલ નર્વ સ્ટીમ્યુલેશનનાં સાધનોની સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવી છે, જેનાથી દર્દીઓને હવે ઘણી રાહત મળી રહેશે.

તેવી જ રીતે ટ્રાયબલ-સબ-પ્લાન અંતર્ગત પ્રાયોજના વહિવટદારની કચેરીના અનુદાન દ્વારા કુલ રૂા.૧૩ લાખના ખર્ચે જનરલ હોસ્પિટલના દાંત વિભાગ માટે રેડીઓવીસીઓગ્રામ અને ડિઝીટલ એક્ષરે-મશીનની સુવિધા પણ ઉપલબ્ધ કરાઇ છે. તદઉપરાંત રાજપીપલા ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ માટે કોવિડ-૧૯ ના સંક્રમણની સંભવત: ત્રીજી લહેર સામેના આગોતરા આયોજનના ભાગરૂપે રાજ્ય સરકાર દ્વારા રૂા.૫ કરોડના ખર્ચે સીટી સ્કેન મશીનની સુવિધા માટે મંજૂરી આપવામાં આવી છે. તેની સાથોસાથ રૂા. ૧૮ લાખના ખર્ચે કાર્ડિયાક વિભાગ માટે ઇકો મશીન તથા રૂા.૨.૬૦ લાખના ખર્ચે TMT મશીનની સુવિધા ઉપલબ્ધિની દરખાસ્ત મંજૂરી પ્રક્રિયા હેઠળ જણાવાયું છે.

જ્યોતિ જગતાપ, રાજપીપલા

Advertisement

Share

Related posts

વડોદરા : માનવ સહજ કરુણા અને પ્રેમ સાથે નીરવ ઠક્કર પીરસે છે જલારોટલો…

ProudOfGujarat

ભરૂચની પાંચ વિધાનસભા બેઠકો પર ચૂંટણી પ્રચાર માટે રાજકીય પાર્ટીઓએ અત્યારથી જ પ્લાન U.D.P.P શરૂ કર્યું.

ProudOfGujarat

जेपी दत्ता की “पलटन” 7 सितंबर, 2018 को होगी रिलीज!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!