Proud of Gujarat
FeaturedGujaratINDIA

ચાંદોદથી કેવડિયા બનનારી બ્રોડગેજ રેલવે લાઈનનો તિલકવાડાના ખેડૂતો દ્વારા વિરોધ.

Share

તિલકવાડાના 16 જેટલા ગામોના 150 થી વધુ ખેડૂતોની જમીન આ લાઈનમાં જતી હોય ખેડૂતોને વ્યાપક નુકશાન,

વર્ષો પહેલા છોટાઉદેપુથી છુછાપુરા,તણખલા કેવડિયા થઇ રાજપીપલા લાઈન યોગ્ય ગણાવીનવી લાઈનનો વિરોધ કર્યો.

Advertisement

કેવડિયા કોલોની ખાતે પ્રાંત અધિકારીએ કરેલી બેઠકમાં વિરોધ કરતા તંત્ર મુંઝાવાયું.

વિશાલ મિસ્ત્રી રાજપીપલા:સરદાર સરોવર નર્મદા બંધ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવા વિશ્વના મહત્વના સ્થળ તરીકે સરકાર નર્મદા જિલ્લાને વિક્સાવતી હોય.જ્યા પ્રવાસીઓ માટે સારો રસ્તો અને ટ્રેન સુવિધા હોય તો પ્રવાસીઓ આવે એવા હેતુ સર રાજ્ય સરકાર દ્વારા ફોરલેન રોડ તો બનાવાઈ રહ્યો છે.પરંતુ હવે ચાંદોદથી સીધી રેલવે લાઈન કેવડિયા લઇ જવાના બાબતે સર્વે પણ થઇ ગયો અને કેવડિયા પોલીસ સ્ટેશન આગળ જંક્શન બનાવવાની વાતો પણ વહેતી થઈ છે.આ બાબતે થોડા દિવસ પહેલા સેન્ટ્રલ રેલવે બોર્ડના ચેરમેન,એમ.ડી સહીત ટીમ કેવડિયા આવી અધિકારીઓ સાથે બેઠક પણ કરી હતી.આ બાબતે સમગ્ર તૈયારી પણ થઇ ગઈ છે ત્યારે હવે રેલવે લાઈન કે ખેડૂતના ખેતરમાંથી જઈ રહી છે એ જ ખેડૂતો જમીનના સંપાદન મુદ્દે ઉગ્ર વિરોધ કરી રહ્યા છે.પોતાની જમીન સંપાદિત નહિ કરવા ખેડૂતોએ પ્રાંત આધિકારીને પણ ઉગ્ર રજૂઆત કરી છે.આ રેલવે લાઈન માટે તિલકવાડાના 16 ગામોના 150થી વધુ ખેડૂતોની 400 હેક્ટર જેટલી જમીન સંપાદિત થાય છે ત્યારે ખેડૂતો સરકારની નીતિ જોઈ આંદોલનની ચીમકી આપી રહ્યા છે.

આ મામલે તિલકવાડા તાલુકાના મારૂંઢીયા ગામના ખેડૂત બર્કતુલ્લા રાઠોડે જણાવ્યું હતું કે સરકાર માત્ર પ્રવાસનને ધ્યાન આપે છે સમગ્ર જિલ્લાનો વિકાસ નથી જોતી.કેમ કે ચાંદોદ કેવડિયા રેલવે લાઈન નાખવાથી રાજપીપળા બાકાત રહી જશે.ખરેખર વર્ષો પહેલા જે રેલવે લાઈન ડભોઇ છોટાઉદેપુરથી છુછાપુરા,તણખલા,કેવડિયા અને રાજપીપળાને જોડવાની વાતથી સમગ્ર જિલ્લાનો વિકાસ થાય.એટલું જ નહિ મહારાષ્ટ્રના નંદુરબાર થી સાગબારા ડેડીયાપાડા થઈ સીધી રાજપીપળા રેલવે લાઈન જોડાય તો આ લાઈનથી પણ નર્મદા જિલ્લાનો વિકાસ થાય.પણ સરકારના અત્યારના નિર્ણયથી ખેડૂતોનો મરો થશે,સરકારને લાભ થશે અને સ્થાનિક બિચારો જમીનો ગુમાવી પાણીના પાઉચ વેચશે.


Share

Related posts

ભરૂચ જિલ્લામાંથી શંકાસ્પદ ભંગારનાં જથ્થા સાથે 6 ઈસમોની ધરપકડ કરતી ક્રાઇમ બ્રાંચ, લાખોનો મુદ્દામાલ કબ્જે

ProudOfGujarat

ભરૂચ નગરપાલિકા ખાતે ખાસ સામાન્ય સભા મળી, વિવિધ મુદ્દે સત્તા પક્ષ અને વિપક્ષ વચ્ચે ચર્ચાઓ જામી

ProudOfGujarat

ગોધરા : રાજપુત સમાજની વાડીએ વાલ્મિકી સમાજ યુવાનોએ કર્યુ રકતદાન.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!