Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપળા : સાગબારા પો.સ્ટે.ના ગુનાના કામના નાસતા ફરતા બે આરોપીઓને ઝડપી પાડતી એલ.સી.બી.નર્મદા.

Share

એમ.એસ.ભરાડા, ઇચા.પોલીસ મહાનિરીક્ષક, વડોદરા વિભાગ તથા હિમકર સિંહ, પોલીસ અધિક્ષક, નર્મદાના માર્ગદર્શન અને સુચના મુજબ જીલ્લાના નાસતા-ફરતા આરોપીઓને પકડવા સારૂ પરિણામલક્ષી કામગીરી કરવા સુચના અનુસંધાને એ.એમ.પટેલ, પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી એ જીલ્લાના ગુનાના કામે નાસતા ફરતા આરોપીઓની કેસ ડાયરીઓનો અભ્યાસ કરી ટેક્નીકલ સર્વેલન્સ તેમજ ખાનગી બાતમીદારથી બાતમી મેળવી આરોપીઓને ઝડપી પાડવાની સુચનાને પગલે બાતમી મળેલ કે સાગબારા પો.સ્ટે. એ-પાર્ટ નં. ૦૦૮૫/૨૦૨૦ ઇ.પી.કો. કલમ ૩૨૩,૫૦૪,૫૦૬ વિગેરે મુજબના ગુનાના કામના નાસતા ફરતા (લાલશાહીથી દર્શાવેલ) આરોપીઓ (૧) હસમુખભાઇ દેવનભાઇ વસાવા તથા (૨) વિલેશભાઇ ઉર્ફે વિલુભાઇ રમેશભાઇ વસાવા બંન્ને રહે. તરોપા કોટવાલ ફળીયુ તા.નાંદોદ જી.નર્મદાનાને એલ.સી.બી. ટીમ મારફતે તરોપા ગામેથી ઝડપી પાડી ગુનાના કામે સાગબારા પો.સ્ટે.ને સોંપી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

જ્યોતિ જગતાપ, રાજપીપલા

Advertisement

Share

Related posts

રાજપીપળા અને તિલકવાડામાં નર્મદા જિલ્લા કોંગ્રેસનું સ્નેહમિલન સંમેલન યોજાયું

ProudOfGujarat

પાલેજમાં ગામ આગેવાનોની બુદ્ધિ અને કુનેહથી બે રાજકીય પક્ષો વચ્ચે સમાધાન.

ProudOfGujarat

અંકલેશ્વરના નવા દિવા ગામ નજીક આવેલ પ્લોટ વિભાગ પટેલ ફળિયાના એક બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી ચોરીનો પ્રયાસ કર્યો હતો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!