Proud of Gujarat
FeaturedGujaratINDIA

સાગબારાના આંતરિક માર્ગો પર મસમોટા ખાડાઓ પડી જતા વાહન ચાલકો તેમજ રાહદારીઓ હેરાન પરેશાન.

Share

સાગબારા તાલુકા મથક ખાતે જાહેર માર્ગો પર મસમોટા ખાડા ઓ પડી જવા પામ્યા છે જેને લઇ લોકોને ભારે તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે. વાહન ચાલકો તેમજ રાહદારીઓ હેરાન પરેશાન થઈ જવા પામ્યા છે.

     છેલ્લા ચાર પાંચ દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે. વરસાદની સતત હાજરીથી સર્વત્ર પાણી પાણી થઈ જાવા પામ્યું છે. ચાર પાંચ દિવસથી વરસી રહેલા વરસાદથી રસ્તાઓની હાલત ખરાબ થઈ જવા પામી છે. રસ્તાઓ ભારે વરસાદને લઇ ધોવાઈ ગયા છે. તાલુકા મથક એવા સાગબારા નગરના પણ આંતરિક માર્ગોની હાલત પણ ખરાબ થઈ જવા પામી છે. ક્યાંક જાહેરમાર્ગો વરસાદના કારણે ધોવાઈ ગયા છે તો ઘણી જગ્યાએ મસમોટા ખાડાઓનું નિર્માણ થઈ જવા પામ્યું છે. માર્ગો પર પડી ગયેલા ખાડાઓમાં વરસાદી પાણી ભરાઈ રહેતા રસ્તેથી પસાર થતા રાહદારીઓ તેમજ વાહન ચાલકોને ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. વાહનચાલકોએ પોતાનું વાહન  ક્યાં ચલાવવું તે પણ એક સવાલ છે. માર્ગો એટલી હદે ખરાબ થઈ જાવા પામ્યા છે. સાગબારા નગરના આંતરિક માર્ગો વહેલીતકે મરામત કરવામાં આવે અને જરૂર જણાય ત્યાં નવીનીકરણ કરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે.

Advertisement

તાહિર મેમણ


Share

Related posts

ભરૂચ : હાંસોટ પોલીસનાં મહિલા કોન્સ્ટેબલએ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી જાણો વધુ.

ProudOfGujarat

રાજકોટ મનપા દ્વારા ‘આરએમસી ઓન વોટ્સએપ’ ની નવી પહેલ : નાગરિકોને મોબાઈલ પર આપશે ૧૦૦થી વધુ સેવાઓ

ProudOfGujarat

બોગસ ડોક્ટરો સામે ભરૂચ SOG નો સપાટો, જનતાના આરોગ્ય સાથે ચેડા કરતા 7 ઝડપાયા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!