Proud of Gujarat
FeaturedGujaratINDIA

સાંસદ મનસુખભાઇ વસાવાએ જાતિઅંગેના દાખલાઓ જૂની પદ્ધતિએ સહેલાઇથી આપવાનો કરેલો નિર્ણયની તરફેણ કરનારા ત્રણ નેતાઓને આડે હાથે લીધા.

Share

ભરુચના સાંસદ મનસુખભાઇ વસાવા ફાયરબ્રાન્ડ નેતા ગણાય છે. આખાબોલા અને સાચા બોલા નેતા તરીકે જાણીતા સાંસદ 6 ટર્મથી ભરુચની બેઠક પર સતત લોકસભાની ચૂંટણી જીતતા આવેલા ભાજપના સિનિયર અને વરિષ્ઠ નેતા છે. આદિવાસી સમાજમા અને પાર્ટીમાં સૌથી વધુ લોકપ્રીય નેતાની ભરુચ નર્મદાજિલ્લામાઅને સરકારમા ધાક અને હાક બન્ને છે. આદિવાસીઓના પ્રશ્નો હોય કે પાર્ટીના પ્રશ્નો હોય કે સમાજના અન્ય લોકોના પ્રશ્નો હોય તેની સામે, અન્યાય સામે, ખોટી વાત સામે સતત લડતા અને ન્યાય અપાવતા સાંસદ મનસુખભાઈ વસાવા આજકાલ સોશિયલ મીડિયામા સૌથી વધારે ચર્ચિત છે. પ્રજાના પ્રશ્નો સામે સતત અવાજ ઉઠાવતા સાંસદે વડાપ્રધાનથી માંડીને મુખ્યમંત્રી, મંત્રીઓ, અધિકારીઓને પત્રો લખી લેટર બૉમ્બ ફોડી ધડાકા પણ કર્યા છે જેનાથી સરકાર પણ ઘણીવાર હરકતમાં આવી જાય છે. જોકે મનસુખભાઇના પ્રશ્નો સાચા હોય છે એટલે તંત્ર અને સરકારને પણ ઝુકવું પડે છે.

ખાસ કરીને આદિવાસીઓને અપાતા ખોટા પ્રમાણપત્ર બાબતે મનસુખભાઈ લાંબા સમયથી લડત ચલાવી રહ્યા છે. આ પ્રશ્ને તેમણે રાજીનામુ આપવા સુધીની ચીમકી પણ આપી હતી.રાજ્યકક્ષાના આદિજાતિ વિભાગના મંત્રી નિમિષાબેને જાતિઅંગેના ખોટા દાખલા અંગે સૌથી પહેલા મનસુખભાઇએ અવાજ ઉઠાવ્યો હતો. હવે આજે વધુ એક ટિપ્પણી કરી મનસુખભાઈએ ધડાકો કર્યો છે. અને સોસીયલ મીડિયામા વાયરલ થયેલો આ મૅસેજ ભારે ચર્ચાનો વિષય બન્યો છે. જેમાં સાંસદ મનસુખભાઇ વસાવાએ જાતિઅંગેના દાખલાઓ જૂની પદ્ધતિએ સહેલાઇથી આપવાનો કરેલો નિર્ણયની તરફેણ કરનારા ત્રણ નેતા, મંત્રીઓ આદિવાસી મોરચાના પ્રદેશ પ્રમુખ હર્ષદભાઇ વસાવા, આદિજાતિ કલ્યાણ વિભાગના મંત્રી નરેશભાઇ પટેલ તથા રાજ્યકક્ષાના આદિજાતિ વિભાગનામંત્રી નિમિષાબેનેઆડે હાથે લઈ ઝાટકણી કાઢી છે.

Advertisement

સાંસદે જણાવ્યું છે કે આદિવાસી મોરચાના પ્રદેશ પ્રમુખ હર્ષદભાઇ વસાવા, આદિજાતિકલ્યાણ વિભાગના મંત્રી નરેશભાઇ પટેલ તથા રાજ્યકક્ષાના આદિજાતિ વિભાગનામંત્રી નિમિષાબેને જાતિઅંગેના દાખલાઓ જૂની પદ્ધતિએ સહેલાઇથી આપવાનો કરેલો નિર્ણય આદિવાસી સમાજને ભારે અન્યાય કરતો સાબિત થશે, દાખલા મેળવવામાં મુશ્કેલીઓ પડતી હતી, તે માટે નિયમો હળવા કરવાની જરૂર હતી, દાખલાઓ આપવા માટે કચેરીઓમાં વધુ સ્ટાફની નિમણૂક કરવાની જરૂર હતી. સરકાર લોકોને દ્વારના જે કાર્યક્રમો થયા, તેમાં લોકોને જાતિ અંગેના દાખલાઓ આપવા જોઈતા હતા. આ ઉપરાંત નિર્ણય લેવા માટે આદિવાસી ધારાસભ્યો, સંસદ સભ્યો તથા આદિવાસી સમાજના તમામ સંગઠનોની સાથે બે થી ત્રણ તબક્કામાં મીટીંગો કરવાની જરૂર હતી. આવો ઉતાવળિયો નિર્ણય લીધો તે અયોગ્ય નિર્ણય છે. આ નિર્ણયથી ખોટા આદિવાસીઓ ગેલમાં આવી ગયા છે અને સાચા આદિવાસીઓ ઊંઘમાં છે. દરેક પક્ષના આદિવાસી નેતાઓ તથા આદિવાસી સંગઠનોને આદિવાસી યુવાનોની ભાવિ પેઢીની ચિંતા નથી તેવું મને દેખાય છે, તેથી જ બધા જ નેતાઓ ભારે ઘોર નિંદ્રામાં છે. તેથી હું ખોટા નિર્ણય કરનારાઓને પૂછવા માંગુ છું કે પાછલા વર્ષોમાં લાખો ખોટા જાતિ અંગેના દાખલાઓ રદ નથી કરી શક્યા, ત્યાં આ નવા દાખલાઓ ખોટા આદિવાસીઓ ચૂંટણીના બહાને તથા શિક્ષણના બહાને લઈ જશે, તો એક વખત જાતિ અંગેના દાખલાઓ અપાઈ ગયા પછી તમે કઈ રીતે તે રદ કરી શકશો ?

સાંસદ મનસુખવસાવાએ આ ત્રણ નેતાઓ સામે સણસણતા ઉઠાવેલા સવાલોના હવે કેવા પ્રત્યાઘાતો પડે છે તે જોવું રહ્યું. આગામી દિવસોમાં ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે આદિવાસી વોટ બેંક ગણાતા આદિવાસી મતો કોની તરફેણમા પડશે એ હવે જોવું રહ્યું.

જ્યોતિ જગતાપ, રાજપીપલા


Share

Related posts

પ્રોહીબીશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ વડોદરા.

ProudOfGujarat

નેત્રંગ : ગાંધીબજાર ખાતે આવેલ પ્રાથમિક કુમાર-કન્યા શાળાના પ્રાંગણમાં પેવર બ્લોક લગાવવા બાબતે લેખિત રજૂઆત.

ProudOfGujarat

અંકલેશ્વરનાં બજારો લાભ પાંચમનાં દિવસથી ફરી ધમધમતા થશે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!