Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપળા : બી.એલ.ઓ.ને ફરજિયાત ઓનલાઇન કામગીરીમાંથી મુક્તિ આપવા નાંદોદ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘે આપ્યું આવેદન.

Share

બી.એલ.ઓ. ને ફરજિયાત ઓનલાઇન કામગીરીમાંથી મુક્તિ આપવા સામે પ્રાથમિક શિક્ષકોએ વિરોધ વ્યક્ત કર્યો છે. આ અંગે નાંદોદ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘે મામલતદાર અને મદદનીશ મતદાર નોંધણી અધિકારીને આવેદન આપ્યું છે જેમાં ગરૂડા એપ મરજીયાત હોવા છતાં ગરુડા એપમાં ઓનલાઈન ફોર્મ સબમીટ કરવા ફરજ પાડવામાં આવતી હોવાની રજુઆત કરવામાં આવી છે.

આવેદનમા જણાવ્યું છે કે ચૂંટણીપંચ દ્વારા મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણામાં ખાસ ઝુંબેશનાં નક્કી કરેલા દિવસોએ કામગીરી કરવા જણાવેલ છે.
બી.એલ.ઓ. તરીકે પ્રાથમિક શિક્ષક પોતાના કૌટુંબિક અને સામાજિક સુખના ભોગે કામગીરી બજાવે છે. બી.એલ.ઓ દ્વારા પોતાના વિસ્તારમાં વાંધાઓ, અરજીઓ સ્વીકાર કરી આપની કચેરીને સોંપવામાં આવેછે. પરંતુ હાલના સમયે બી.એલ.ઓ.ને ગરુડા એપમાં ઓનલાઈન ફોર્મ સબમીટ કરવા ફરજ પાડવામાં આવે છે. તારીખ ૦૮/૦૯/૨૦૨૧ના રોજ રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘની મુખ્ય નિર્વાચન અધિકારીની આ બાબતે મુલાકાતમાં ગરૂડા એપ મરજીયાત હોવાનું જણાવેલ છે. તેમજ આપણા વિસ્તારના મોટાભાગના ગામોમાં નેટવર્ક ઉપલબ્ધ નથી. અને બી.એલ.ઓ. પાસે યાંત્રિક સુવિધાઓનો અભાવ છે. તેથી ઓનલાઇન કામગીરી કરી શકાય તેમ નથી. ગરૂડા એપ મરજિયાત છે. અને ફોર્મઓનલાઇન સબમિટ કરવામાં ઘણો સમય જતો હોય છે તેમજ સાધન સુવિધા ઉપલબ્ધ ન હોવાથી બી.એલ.ઓ.ને ઓનલાઇન કામગીરી માટે દબાણ કરી ફરજ પાડવામાં ન આવે તેવી અમારી રજૂઆત છે.

Advertisement

કોવિડ- 19 આ કારણે બે વર્ષથી શાળાથી દુર રહેલા બાળકો તારીખ:-૨૨/૧૧/૨૦૨૧ થી શાળામાં પ્રત્યક્ષ શિક્ષણ લેતા થયા છે. આ કામગીરીના કારણે બાળકોના શિક્ષણ પર સીધી અસર પડે છે. આર.ટી.આઈ. 2009 ની જોગવાઈ મુજબ શિક્ષકોને આ કામગીરી સોંપી શકાય નહીં. છતાંય આ કામગીરી સોંપવામાં આવે છે. શિક્ષકોના સ્થાને અન્ય વિભાગના કર્મચારીઓને બી.એલ.ઓ તરીકે નિમણુક આપવામાં આવે. તેમજ બી.એલ.ઓ.ને ઓનલાઇન કામગીરી માટે દબાણ ન કરવામાં આવે.અને ઓનલાઈન ડેટા આપની કચેરીના કર્મચારીઓ દ્વારા કરવામાં આવી તેવી રજૂઆત કરી છે.

જ્યોતિ જગતાપ, રાજપીપલા


Share

Related posts

સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં 12 દિવસથી ચાલી રહેલી ફેનસિંગ કામગીરી સ્થગિત કરતું નર્મદા વહીવટી તંત્ર.

ProudOfGujarat

દવા કંપનીઓનું લાયસન્સ રદ કરવામાં આવશે જો દવા કંપનીઓ ૧ વર્ષમાં ૧૦% નો ભાવ વધારો કરશે તો

ProudOfGujarat

મીરે એસેટ મ્યુચ્યુઅલ ફંડ રજૂ કરે છે હેંગ સેંગ ટેક ઇન્ડેક્સને મળતી આવતી/ અનુસરતી ઈટીએફ યોજના.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!