Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપળા જિલ્લા જેલમાં વિશ્વ એઇડસ દિનની ઉજવણી કરાઈ.

Share

આજે 1 લી ડિસેમ્બરે વિશ્વ એઇડસ દિવસ છે જેની રાજપીપળા જિલ્લા જેલમા વિશ્વ એઇડસ દિનની ઉજવણી કરાઈ હતી. જેનાં ભાગરૂપે જેલના બંદીવાનોને એચઆઈવી એઇડસ અંગે જાણકારી આપવામાં આવી હતી.

વિશ્વ એઇડ્સ દિન ” નિમિત્તે રાજપીપળા જિલ્લા જેલ ખાતે એચઆઈવી એઇડસ અંગે જાગૃતિ આવે તે માટે સિવિલ હોસ્પિટલ, રાજપીપળાના સિવિલ સર્જન ડૉ.જ્યોતિબેન ગુપ્તા, ટીબી સેન્ટરના ડૉ. ઝંખનાબેન તથા મેડિકલ ટીમ દ્વારા જેલના બંદીવાનોને એચઆઈવી એઇડસ કેવી રીતે ફેલાય છે અને તેમાં શું કાળજી રાખવી તે અંગે વિસ્તૃત સમજ આપી. જેલના અધિક્ષક એલ.એમ.બારમેરાંએ બંદીવાન ભાઈઓ એઇડસથી બચવા જરૂરી કાળજી રાખવા અંગે સમજ આપી ઉપસ્થિત તબીબી ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.

જ્યોતિ જગતાપ, રાજપીપલા

Advertisement

Share

Related posts

સુરત-પુણા વિસ્તારમાં એમ્બ્રોડરીના કારખાના પર કારીગરોએ કર્યો પથ્થરમારો -પોલીસે શરૂ કરી કાર્યવાહી..

ProudOfGujarat

જામનગર : કાલાવડ ખાતે રાજ્યકક્ષાની અંડર-૧૪ સોફ્ટબોલ સ્પર્ધા યોજાઇ

ProudOfGujarat

અમદાવાદ : ત્રણ વર્ષમાં એરપોર્ટ પર 59 વખત બર્ડ હીટ : એરપોર્ટના ઓપરેશનલ એરિયામાં ગાય-વાંદરા પણ ઘૂસ્યા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!