Proud of Gujarat
GujaratFeaturedINDIA

રાજપીપળા : નર્મદા જિલ્લામાં ગ્રામ પંચાયતની ચુંટણીમાં ૮૧.૬૮ ટકા મતદાન નોંધાયું.

Share

નર્મદા જિલ્લામાં નાંદોદ, ગરૂડેશ્વર, તિલકવાડા, દેડીયાપાડા અને સાગબારામાં ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણીઓ માટે ૫૧૯ મતદાન મથકોએ મતદાન યોજાયું હતું. નર્મદા જિલ્લામાં ૧૮૪ ગ્રામ પંચાયતોની સામાન્ય અને ૦૩ ગ્રામ પંચાયતોની પેટા ચૂંટણીઓ માટે ૧૮૫ સરપંચપદની અને વોર્ડના સભ્યોની-૧૩૦૨ બેઠકો માટે ચૂંટણી સ્પર્ધા યોજાઇ હતી.

જેમાં નર્મદા જિલ્લામાં કુલ ૮૧.૬૮ ટકા ભારે મતદાન નોંધાયું છે. જેમાં સૌથી વધુ મતદાન નાંદોદ તાલુકામા ૮૫.૯૧ ટકા મતદાન નોંધાયું છે. જયારે સૌથી ઓછું મતદાન સાગબારા તાલુકામાં ૭૪.૪૦ ટકા નોંધાયુ છે. ગરુડેશ્વર તાલુકા ૮૧.૨૪ ટકા તથા તિલકવાડા ૮૪.૨૭ ટકાતથા ડેડીયાપાડા તાલુકામાં ૮૫.૨૬ ટકા મતદાન નોંધાયું હતું.

આ પહેલા નર્મદા જિલ્લામાં સાંજે 5 વાગ્યાં સુધી સતત્તાવાર મળેલા મતદાનના આંકડા અનુસાર નાંદોદ તાલુકામાં ૮૨.૩૬ ટકા મતદાન થયું હતું. ત્યારે ગરુડેશ્વર તાલુકા માં ૭૩.૯૯ ટકા મતદાન તથા તિલકવાડા તાલુકામાં ૮૨. ૬૧ ટકા મતદાન તથા ડેડીયાપાડા તાલુકામાં ૮૨.૩૮ ટકા મતદાન તથા સાગબારા તાલુકામાં 5:00 વાગતા સુધીમાં ૭૩.૭૬ ટકા મતદાન નોંધાયું હતું. સમગ્ર નર્મદા જિલ્લામાં 5:00 સુધીમાં કુલ મતદાન ૭૮.૪૫ ટકા નોંધાયું હતું.

Advertisement

નર્મદા જિલ્લામાં ૧૮૪ ગ્રામ પંચાયતોની સામાન્ય અને ૦૩ ગ્રામ પંચાયતોની યોજાયેલી પેટા ચૂંટણીમાં મતદાનના દિવસે આદિવાસી મોરચાના અધ્યક્ષ અને પૂર્વ સંસદીય સચિવ હર્ષદભાઇ વસાવાએ સુંદરપુરા ગામની પ્રાથમિક શાળા ખાતેના મતદાન મથકે મતાધિકારનો ઉપયોગ કરી તેમના પરિવાર સાથે મતદાન કર્યું હતું.

લોકશાહીના મહા પર્વની ઉજવણીમાં સુંદરપુરા ગામની પ્રાથમિક શાળા ખાતે પ્રથમ વખત મતદાન કરનાર રોશનીબેન હર્ષદભાઇ વસાવાએ આનંદ અને ગૌરવની લાગણી અનુભવાની સાથે સૌ કોઇને મતદાન કરવાનો સંદેશો પાઠવ્યો હતો. તેવી જ રીતે ભદામ ગામના રહિશ ૯૦ વર્ષિય રાવજીભાઇ સીતાભાઇ પટેલ બન્ને પગે દિવ્યાંગ હોવા છતા ભદામ ગામની પ્રાથમિક શાળાના મતદાન મથકે લોકશાહીના આ મહાપર્વની ઉજવણીમાં મતદાન કરીને મતદાનથી વિમૂખ રહેતા સશક્ત મતદારોને અચૂક મતદાન કરવાનો પ્રેરક સંદેશ આપ્યો હતો. મંગળવારે મત ગણતરી હાથ ધરાનાર હોઈ વહીવટી તંત્રએ તમામ તૈયારીઓ કરી લીધી છે એ માટે નર્મદા પોલીસે ચાપતોપોલીસ બંદોબસ્ત ગોઠવ્યો છે.

જ્યોતી જગતાપ, રાજપીપલા


Share

Related posts

માંગરોળ તાલુકાના મુખ્ય શિક્ષકો, કેન્દ્ર શિક્ષકો, h-tat આચાર્યની પંચાયતના સભાખંડમાં મીટીંગ યોજાઇ.

ProudOfGujarat

ભરૂચ : 3 વર્ષ પૂર્વે ખાણ ખનીજ ખાતાનાં અધિકારી લાંચ લેતા ઝડપાયા હતા જાણો પછી શું થયું ?

ProudOfGujarat

સુરત પાલિકામાં 22 ગામો અને 2 નગરપાલિકા સમાવવાની દરખાસ્ત સ્થાયી સમિતિમાં આવતા મુલતવી રહી હતી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!