વેલીયન્ટ ક્રિકેટ ટિમની કલબ ચેમ્પિયનશિપ દર વર્ષે ગુજરાતમાં રમાતી હોઈ છે દર વર્ષે અલગ અલગ જગ્યાએ આ ચિમ્પિયનશીપ રમાતી હોઈ છે ત્યારે આ વર્ષે આ કલબ ચેમ્પિયનશીપ 9 ડિસેમ્બર થી વડોદરા ખાતે રમાશે જેમાં 7 ટિમો ભાગ લેશે જેના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નર્મદા જિલ્લાના ક્રિકેટર વિશાલ પાઠક ને બનાવવામાં આવ્યો છે.
વિશાલ પાઠક કે જેને વેલીયન્ટ ની દરેક ટુર્નામેન્ટમાં નર્મદા જિલ્લાનું નામ રોશન કર્યું છે.એ ચાહે વેલીયન્ટ ક્રિકેટ ની સ્વામી વિવેકાનંદ ટ્રોફી હોઈ કે પછી વેલીયન્ટ ક્રિકેટની સૌથી મોટી ટુર્નામેન્ટ વેલીયન્ટ પ્રીમિયર લીગ હોઈ વેલીયન્ટ પ્રીમિયર લીગની છેલ્લી બે સિઝનમાં એટલે કે વીપીએલની છેલ્લી બે સિઝનમાં એક સિઝનમાં જે કેપ્ટન રૂપસિંગ સ્ટેડિયમ ગ્વાલિયર ખાતે રમાઈ હતી જેમાં રાજપીપલા કિંગ્સ ના કેપ્ટન તરીકે ની ભૂમિકા ભજવી હતી તેમાં પોતાની સફળ કેપ્ટનશિપ કરી સેમી ફાઇનલ સુધી પહોચાડી હતી જ્યારે ગત વર્ષે દમણ ખાતે રમાયેલ વેલીયન્ટ પ્રીમિયર લીગમાં પોતાની ટિમ રાજપીપલા કિંગ્સ મેં ફાઇનલ સુધી પહોંચાડી હતી.જોકે ફાઇનલમાં મુંબઇની ટિમ સામે હાર થઈ હતી. મુંબઈની ટિમ તરફથી ઓમાન ટિમના ક્રિકેટર અને વેલીયન્ટ ક્રિકેટ ટીમના કેપ્ટન જાતિન્દરસિંગએ શાનદાર 50 રન બનાવી તેમની ટીમને જીત અપાવી હતી. એમ રાજપીપલા અને નર્મદા જિલ્લાનું નામ રોશન કરનાર ક્રિકેટર વિશાલ પાઠકને વેલીયન્ટ તરફથી આ વર્ષે બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવ્યો છે.જે રાજપીપલા અને નર્મદા જિલ્લા માટે ગૌરવની વાત છે.નર્મદા જિલ્લામાંથી જો કોઈ ખેલાડી સ્ટેટ લેવલ સુધી પહોચ્યુ હોઈ તો એ વિશાલ પાઠક છે કે જે નોર્થ ઇસ્ટ તરફ થી સ્ટેટ પણ રમી ચુક્યો છે અને ત્યાં પણ તેની જ ટિમ નોર્થ ઇસ્ટની જ ટીમને ચેમ્પિયન બનાવી હતી.
રાજપીપલા. આરીફ જી કુરેશી