Proud of Gujarat
GujaratFeaturedINDIA

રાજપીપલા કલેક્ટરાલય ખાતે મિશન ઇન્દ્રધનુષ, કૃમિનાશક દિવસ અને વિટામીન-A ના આયોજન અંગેની બેઠક યોજાઇ.

Share

રાજપીપલા,તા અધિક જિલ્લા કલેકટર એચ.કે.વ્યાસના અધ્યક્ષપદે આજે રાજપીપલા કલેક્ટરાલય ખાતે મિશન ઇન્દ્રધનુષ, કૃમિનાશક દિવસ અને વિટામીન-એ રાઉન્ડના આયોજન અંગેની બેઠક યોજાઇ હતી.

અધિક જિલ્લા કલેકટર એચ.કે.વ્યાસે બેઠકને સંબોધતા જણાવ્યું હતું કે, આગામી તા.૭ મી ફેબ્રુઆરીએ યોજાનારા મિશન ઇન્દ્રધનુષમાં જિલ્લામાં રસીકરણથી બાકી રહી ગયેલ માતાઓ અને બાળકોને સંપૂર્ણ રસીકરણ હેઠળ આવરી લેવામાં આવે તેની સાથોસાથ જિલ્લાની કોઇપણ માતા કે બાળક જે મિશન ઇન્દ્રધનુષ કાર્યક્રમ અંતર્ગત રસીકરણ માટે લાયક હાય તેવા તમામ લાભાર્થીઓને નિયત કરાયેલ સમયગાળામાં આવરી લેવા જરૂરી સુચનો સાથે માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું.

Advertisement

અધિક જિલ્લા અરોગ્ય અધિકારી ડૉ.વિપુલ ગામીતે ઉક્ત બેઠકમાં જણાવ્યું હતું કે, તા.૭ મી ફેબ્રુઆરીએ યોજાનારા મિશન ઇન્દ્રધનુષમાં રૂટીન રસીકરણથી બાકી રહી ગયેલ માતાઓ અને બાળકો માટે જિલ્લામાં વિવિધ ૧૩ જેટલી સેશન સાઇટો મારફતે જિલ્લાના ૦ થી ૫ વર્ષની વયના ૫૨ જેટલા બાળકો અને ૮ જેટલી માતાઓને આવરી લેવામાં આવશે. તેની સાથોસાથ મિશન ઇન્દ્રધનુષનો રાઉન્ડ ૭ મી ફેબ્રુઆરી, માર્ચ અને એપ્રિલ-૨૦૨૨ દરમિયાન પણ યોજાશે.

ડૉ. ગામીતે વધુમાં જણાવ્યું હતું કે, તા.૧૦ મી ફેબ્રુઆરી,૨૦૨૨ દરમિયાન પણ ૧ થી ૧૯ વર્ષની વયના તમામ બાળકોને કૃમિનાશક દિવસ અંતર્ગત (આલ્બેન્ડાઝાલ) ની ગોળી તેમની ઉંમર પ્રમાણે આપવામાં આવશે જ્યાં શાળાઓ, આંગણવાડીમાં શિક્ષણકાર્ય બંધ હોય ત્યાં ૧ થી ૫ વર્ષના બાળકોને આંગણવાડી મારફતે અને ૬ થી ૧૯ વર્ષના બાળકોને આશા, એ.એન.એમ બહેનો દ્વારા તમામ બાળકોને ઘરે ઘરે (ડોર ટુ ડોર) જઇને ક્રૃમિનાશક ગોળી અપાશે જેમાં નર્મદા જિલ્લાના કુલ-૨૦૮ જેટલા નિયત કરાયેલા આરોગ્ય કેન્દ્રો મારફતે જિલ્લાના ૧,૫૧,૪૨૩ જેટલા બાળકોનો કૃમિનાશકની ગોળી આપવાનો લક્ષ્યાંક નક્કી કરાયેલ હોવાની સાથોસાથ જિલ્લામાં ૯ માસથી લઇને ૫ વર્ષના બાળકોને પણ જિલ્લાના તમામ આરોગ્ય કેન્દ્રો મારફતે વિટામીન-A ની સીરપ આપવામાં આવશે જેમાં જિલ્લાના ૪૧,૫૭૫ જેટલા બાળકોને આવરી લેવાશે. ભારત સરકાર ધ્વારા પ્રસિધ્ધ કરવામાં આવેલ કોવિડ-૧૯ ના પ્રોટોકોલ ગાઇડલાઇનનું પણ પાલન થાય તે રીતનું સુચારૂં આયોજન હાથ ધરાયું હોવાનું ડૉ.ગામીતે ઉક્ત આયોજન અંગેની વિસ્તૃત જાણકારી પુરી પાડી હતી.

જ્યોતિ જગતાપ, રાજપીપલા


Share

Related posts

ઝઘડિયાના ધારાસભ્યની ગ્રાન્ટ ક્યાં વપરાઇ એ બાબત માહિતી માંગવામાં આવતા ચકચાર.

ProudOfGujarat

નર્મદાનાં નાંદોદ તાલુકા પંચાયતમાં કર્મચારી લાંચ લેતાં ઝડપાયો.

ProudOfGujarat

પીપલ્સ બેન્ક દ્વારા જંબુસરનાં અલગ અલગ વિસ્તારોમાં સેનિટાઈઝર કરવામાં આવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!